ETV Bharat / city

રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરીને આપી શકે છે ચૂંટણી જીતવાનો મંત્ર, જૂઓ ETV Bharatનો વિશેષ અહેવાલ - દ્વારકામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે કોંગ્રેસમાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ (Rahul Gandhi Gujarat Visit) સૂચક માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવાના છે, તેઓ શું ચિંતન કરશે અને ગુજરાતમાં કોંગ્રેસને એકતાના શું પાઠ ભણાવશે? ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ...

રાહુલ ગાંધી કાર્યકરોને ભણાવશે ગુજરાતની રાજનીતિનો પાઠ - રાજકીય વિશ્લેષક

author img

By

Published : Feb 17, 2022, 5:56 PM IST

Updated : Feb 21, 2022, 7:21 AM IST

અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ (Rahul Gandhi Gujarat Visit)નો તખ્તો ગોઠવાઈ ગયો છે. આગામી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Election 2022)ની કવાયત કોંગ્રેસ દ્વારા શરુ કરી દેવામાં આવી છે, ત્યારે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Dwarka Congress committee)ની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવાના છે. જેમા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ શિબિર 22થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાય તેવી શક્યતા માનવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના મતદારોને મેસેજ આપવા માંગે છે

રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકા આવી રહ્યા છે, અને ત્યાં 22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેશે, તે પહેલા તેઓ દ્વારકાધીશના દર્શન કરશે. અને ત્યાંથી તેઓ ચૂંટણીની રણનીતિ અંગે વિચાર કરશે. સવાલ એ છે કે રાહુલ ગાંધીએ દ્વારકા જ શા માટે પસંદ કર્યું. દ્રારકાધીશન દર્શન કરીને શું તેઓ હિન્દુઓના મન પર નવી છાપ ઉભી કરવા જઈ રહ્યા છે. તેમજ દ્વારકામાં શિબિર કરવા પાછળ સૌરાષ્ટ્રના નેતાઓને એક કરીને કોંગ્રેસ હેઠળ સૌરાષ્ટ્રના મતદારોને એક મજબૂત મેસેજ આપવા માંગી રહ્યા છે.

રાહુલ ગાંધીનું 2022 જીતવાનું મિશન

2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને માર પડ્યો હતો, ત્યારે હવે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્ર પર વધુ ફોક્સ કરશે. કારણે કે રાજકોટના જ વિજય રૂપાણીને સીએમ પદેથી રાજીનામુ લઈ લેવાયા પછી રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મતદારો ભાજપથી નારાજ થયા છે. તેમને કોંગ્રેસ તરફી લાવવાની સ્ટ્રેટેજીના ભાગરૂપે રાહુલ ગાંધી દ્વારકા આવીને કાર્યકરોને સાથે રાખીને 2022નો જંગ જીતવા માટે ચિંતન કરશે. પણ આ વખતનું ચિંતન કંઈક અલગ હશે. રાહુલ ગાંધી સ્પષ્ટ માની રહ્યા છે કે હવે યુવાઓ અને મહિલાઓને કોંગ્રેસમાં તક આપશે. તે નક્કી છે.

કોંગ્રેસમાં રહેલો અસંતોષ દૂર કરાશે

રાહુલ ગાંધી કોંગ્રેસમાં રહેલા અસંતોષને દૂર કરવા માટે પણ કાર્યકરો અને નેતાઓને શીખ આપશે. પહેલા જંગ જીતો પછી તમારો અસંતોષ દૂર કરીશું. હાલ આપણે એક થઈશું તો કોંગ્રેસ જીતી શકશે. તેમજ રાહુલ ગાંધી ગુજરાતમાં કોરોનામાં મરણનો આંકડો ઓછા દર્શાવીને રાજનીતિ કરી છે, તેની ટીકા પણ કરશે. અને પ્રજા સમક્ષ તે વાતને લઈ જશે. ભાજપના જુઠ્ઠાણા પર કોંગ્રેસ કયારનીય વિરોધ કરી રહી છે, પણ તે વિરોધ વિરોધ જ રહે છે. તેનું કોઈ નક્કર પરિણામ આવતું નથી.

આ પણ વાંચો: ફરી દિલ્હીમાં મળી શંકાસ્પદ બેગ, NSGને આપવામાં આવી માહિતી

સૌરાષ્ટ્રમાં ભાજપના સુપડા સાફ

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય વહેણ જોઈ લીધા છે. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકના ડબલ ડિજિટમાં નાખવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભાજપ (BJP in saurashtra)ના સુપડા સાફ થઈ ગયા હતા. ભાજપના વિજયોત્સવમાં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સૌરાષ્ટ્રમાં સુપડા સાફ થયા હોવાનું અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓ પણ દિગ્મૂઢ થઈ ગયા હતા, ત્યારે હવે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ચોક્કસપણે સૂચક માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો જરુરથી સ્વીકારીશ: જયરાજસિંહ પરમાર

જયરાજસિંહ સહિત કેટલાક કાર્યકરો નારાજ

તો બીજી તરફ સરકાર અને કેબિનેટમાં નવા પ્રધાનો હોવાથી સરકારની ખામી અને નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ મૂકવા માટેનો કોંગ્રેસ માટે આ સોનેરી અવસર ગણવામાં આવી રહ્યો છે. રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, હાલ જે રીતે મુખ્ય પ્રવક્તા જયરાજસિંહ સહિત કેટલાક કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે અને અન્ય પાર્ટીમાં જોડાયા છે. તેના પરથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ વિસ્તારો સિવાય કોંગ્રેસનું હાલ કોઈ પૂરતું પ્રભુત્વ જોવા મળતું નથી. દ્વારકામાં શિબિરનું મોટું કારણ દ્વારકા ગુજરાતની આસ્થાનું કેન્દ્ર છે અને સમુદ્રી તટ રહેલ છે.

Last Updated : Feb 21, 2022, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.