ETV Bharat / city

Rabies Vaccine ThRabis : હવે વેકસીનના ફક્ત 3 ડોઝથી મેળવો હડકવા સામે સુરક્ષા, ક્યારથી મળશે જાણો - Rabies Vaccine Price

હડકવા (Rabies)જેવા ભયંકર રોગનો સામનો ઝડપથી કરવા માટે હવે રસી ઉપલબ્ધ બની રહી છે.ગુજરાતની ખાનગી કંપની (Cadila Pharmaceuticals Company) દ્વારા 10 વર્ષના સંશોધન બાદ વિકસાવાયેલી 'થ્રેબીસ' રસી (Rabies Vaccine ThRabis )કયારથી મળશે, શું ભાવ હશે વગેરે જાણવા ક્લિક કરો.

Rabies Vaccine ThRabis : હવે વેકસીનના ફક્ત 3 ડોઝથી મેળવો હડકવા સામે સુરક્ષા, ક્યારથી મળશે જાણો

author img

By

Published : Apr 8, 2022, 5:54 PM IST

અમદાવાદઃ વિશ્વમાં દર વર્ષે 59 હજાર લોકો પ્રાણીઓ કરડવાથી થતા હડકવા - રેબિઝથી (Rabies)મૃત્યુ પામે છે. આ કિસ્સાઓ સૌથી વધુ એશિયા અને આફ્રિકામાં બને છે. ભારતમાં 20 હજાર લોકો રેબિઝની રસીનો ડોઝ પૂર્ણ કરી શકતા નથી.

હડકવા એક અસાધ્ય રોગ -પ્રાણીઓ કરડવાથી રેબિઝ (Rabies)વાયરસ માનવ શરીરમાં પ્રવેશે છે. સામાન્ય ભાષામાં તે હડકવા તરીકે ઓળખાય છે. જો પ્રાણી કરડ્યા પછી તુરંત તેની રસી લેવામાં ન આવે કે ડોઝ પૂર્ણ ન કરાય અને હડકવા લાગુ પડે તો તે અસાધ્ય રોગ બની જાય છે. 1884 માં સૌપ્રથમ હડકવાની રસી (Rabies vaccine research) શોધાઈ. ત્યારે પેટમાં 14 ઇન્જેક્શન લેવા પડતા. ત્યારબાદ 1980 માં આ રસીમાં સંશોધન થતા હવે 05 ઇન્જેક્શન લેવા પડે છે. એક મહિનામાં આ 05 ડોઝ પૂર્ણ કરવાના રહે છે. જે અનુક્રમે પ્રાણી કરડયું હોય ત્યારે અને ત્યારબાદ 03, 07, 14 અને 21 માં દિવસે લેવા પડે છે. જો કે ગુજરાત અને ભારતમાં રેબિઝની રસી સરળતાથી ઉપલબ્ધ હોતી નથી. વળી પાંચ દિવસ રસી લેવા જવાનું હોવાથી કેટલા લોકો ત્રીજા ડોઝ બાદ રસી લેવા જતાં જ નથી.

આ પણ વાંચોઃ ઝાયડસની કોરોના વેક્સિન ZyCoV-D અંગે જાણો... ETVBharatનો વિશેષ અહેવાલ

હવે હડકવાથી બચવા ફક્ત રસીના ત્રણ ડોઝ પૂરતા - ગુજરાતની અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની કેડીલા(Cadila Pharmaceuticals Company) દ્વારા રેબિઝ પર 10 વર્ષના સંશોધન બાદ ત્રણ ડોઝની રિકોમ્બિટન્ટ નેનો પાર્ટીકલ આધારિત રેબિઝ જી પ્રોટીન વેકસીન વિકસાવી છે. જેને 'થ્રેબીસ' નામ (Rabies Vaccine ThRabis ) અપાયુ છે. કારણ કે, રેબિઝ માટે વિશ્વની આ પ્રથમ એવી વેકસીન છે કે જે ત્રણ ડોઝ દ્વારા હડકવાના વાયરસ સામે સુરક્ષા આપે છે. આ રસી સંપૂર્ણપણે ભારતમાં વિકસિત કરાઈ છે. ફક્ત એક અઠવાડિયાની અંદર આ રસીના ત્રણ ડોઝ (Rabies Vaccine ThRabis Dose)આપવામાં આવે છે. જેમાં 0.5 ml ના ત્રણ ડોઝનો સમાવેશ થાય છે. પ્રાણી કરડયું હોય તે દિવસે અને ત્યાર બાદ ત્રીજા અને સાતમા દિવસે આ રસીનો ડોઝ લેવાનો રહે છે. આ ઇન્ટ્રામસ્ક્યુલર રસી (Intramuscular vaccine for rabies) છે. જેથી રસી લેનારને દર્દ પણ ઓછું થાય છે.

ઇન્ટ્રામસ્ક્યુલર રસીના ત્રણ ડોઝથી હડકવા સામે રક્ષણ મળશે

ક્યારે ઉપલબ્ધ થશે રસી ? -કંપનીના જણાવ્યા પ્રમાણે આ રસી (Rabies Vaccine ThRabis ) 18 એપ્રિલે માર્કેટમાં લોન્ચ (Rabies Vaccine Launch)કરવામાં આવશે. જેના એક વાયલની કિંમત 750 રૂપિયા (Rabies Vaccine Price )હશે. 3 વાયલ 2145 રૂપિયામાં મળશે. જેની કિંમત વર્તમાનમાં મળતા 05 વેકસીનના વાયલ જેટલી જ છે. પરંતુ આ રસીનો ફાયદો એ છે કે, નાના બાળકોને આ વેક્સિન માફક આવે છે. ઓછા ઇન્જેક્શન લેવા પડે છે. ઓછા સમયની બરબાદી થાય છે. લોજિસ્ટિક ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

આ પણ વાંચોઃ બાળકો માટેની Corona Vaccine ટૂંક જ સમયમાં આવી જશેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન

દર વર્ષે આવા 20 લાખ ડોઝનું ઉત્પાદન - કંપનીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ રસી નવી ટેકનિક દ્વારા વિકસાવવામાં આવી છે. તેના પ્રથમ ટ્રાયલમાં 170 વ્યક્તિઓ પર, બીજા ટ્રાયલમાં આશરે 225 વ્યક્તિઓ ઉપર જ્યારે ત્રીજા ટ્રાયલમાં 800 વ્યક્તિઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. સરકારનું લક્ષ્ય છે કે, 2030 સુધીમાં હડકવાના રોગને નાબૂદ કરવામાં આવે. તે લક્ષ્યને પૂર્ણ કરવામાં આ રસી સહાયક ( Rabies Vaccine ThRabis ) સાબિત થશે. કંપની દર વર્ષે આવા 20 લાખ ડોઝનું ઉત્પાદન કરશે. પ્રાથમિક તબક્કામાં ગુજરાત ઉપરાંત ભારતના એવા રાજ્યોમાં વિતરણ થશે જ્યાં જ્યા રેબિઝના કેસો વધુ આવે છે. ત્યારબાદ કંપની તેના એક્સપોર્ટનું વિચારશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.