અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન સતત વધતી જતી હતી, ત્યારે અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ધાંધિયા થયા. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પોતે વીડિયો ઉતારીને વાયરલ કરતાં હતા. સિવિલ હોસ્પિટલમાં અને સરકારી કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે કોઈ સીનિયર ડૉકટર આવતાં નથી. નર્સો પણ દિવસમાં એક વાર આવી જાય પછી કોઈ આવતું ન હતું. દર્દીઓને દવા આપવા પણ કોઈ આવતાં ન હતા. લંચ અને ડીનર યોગ્ય મળતું નથી, સમયસર મળતું ન હતું. સરકારી હોસ્પિટલમાં ચારેકોર ગંદકીના વીડિયો બહાર આવ્યા. આમ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ રામભેરોસે હતા. આવા અનેક વીડિયો વાયરલ થયા પછી સરકાર સફાળી જાગી અને ખાનગી હોસ્ટિપલોને કોરોનાની સારવાર કરવા માટે પરવાનગી આપી. દર્દીઓને સરકારી હોસ્ટિપલો પર ભરોસો રહ્યો ન હતો.
કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલની મનમાની, રાજ્ય સરકારના હસ્તક્ષેપ પછી શાન ઠેકાણે આવી - રાજ્ય સરકારનો હસ્તક્ષેપ
કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી ગુજરાતમાં પ્રવેશી ત્યાર પછી સરકારી બેડની સંખ્યા ઓછી પડવા લાગી. ત્યાર પછી રાજ્ય સરકારે સારવાર માટે ખાનગી હોસ્પિટલને છૂટ આપી હતી. ખાનગી હોસ્પિટલોએ કોવિડ કેર સેન્ટર ખોલ્યા હતા. જો કે, ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ મનફાવે તેવા ચાર્જિસ લેવાનું ચાલુ કર્યું હતું. જેની ખૂબ ટીકા થઈ અને રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને ખાનગી હોસ્પિટલો સાથે ટાઈ અપ કર્યું હતું. ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર નામે લૂંટ થઈ તેના પર જોઈએ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ...