- અમદાવાદમાં PM મોદીના આગમન પહેલા ખાસ તૈયારીઓ
- ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ છે
- એરપોર્ટથી આશ્રમ રોડ સુધી લાઇટિંગનું ડેકોરેશન
અમદાવાદ: દાંડીયાત્રાને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શુક્રવારે દાંડીયાત્રાના મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેશે. 12 માર્ચે 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરવામાં આવશે. PM મોદીની ઉપસ્થિતને કારણે સાબરમતી આશ્રમથી પસાર થતા રસ્તાઓ બંધ રહેશે.
આ પણ વાંચો: આઝાદીનો અમૃત મહોત્સવ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી કરાવશે આરંભ
સામાન્ય લોકોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ
- સુભાષબ્રીજથી સાબરમતી આશ્રમનો રસ્તો બંધ રહેશે
- પ્રબોધરાવલ સર્કલથી ટી-સર્કલ વાળા માર્ગ ખુલ્લો રહેશે
- ગીતા મંદિરથી દાણીલીમડા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે
- એક બાજુનો માર્ગ દાંડી યાત્રા પસાર થાય ત્યાં સુધી બંધ રહેશે
- વાડજ સર્કલથી પાલડી ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે
- પાલડી સર્કલથી NIDlથી જમાલપુર બ્રીજનો માર્ગ બંધ રહેશે
- જમાલપુર બ્રીજ નીચેથી બહેરામપુરા પોલીસ ચોકી સુધી રસ્તો બંધ રહેશે
PM મોદીના આગમન માટે આ તૈયારીઓ કરવામાં આવી
મોદી આઝાદીના 75મા વર્ષની ઉજવણીનો પ્રારંભ દાંડીકૂચને લીલી ઝંડી આપીને કરાવશે. ત્યારે તેમની મુલાકાત માટે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. મોદીની યાત્રાને અનુલક્ષીને વાડજ સ્મશાનની આસપાસના વિસ્તારમાં તાત્કાલિક કામો પૂર્ણ કરાયાં છે. આ ઉપરાંત દાંડીપુલ નજીકના રોડની બંને તરફની ફૂટપાથ રાતોરાત બનાવી દેવાઈ છે. દાંડીપુલથી સ્મશાન પાસેના કાચા રોડ પર બ્લોક ફિટ કરી પાકો રોડ બનાવી દેવાયો છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી નજરે ના પડે તે માટે મોટા પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યાં છે. મહાત્મા ગાંધીએ દાંડીકૂચ શરૂ કરી હતી તે દાંડીમાર્ગને સજાવવામાં આવ્યો છે. દાંડીપુલ ઉપર પણ પોલીસ વ્યવસ્થા વધારવામાં આવી છે અને પોલીસ દ્વારા સ્થાનિકો માટે દાંડીપુલ બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આજે દાંડીયાત્રા દિનઃ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ અમદાવાથી શરૂ કરી દાંડી યાત્રા