- પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલની ધરપકડ
- વસ્ત્રપુર પોલીસે બન્નેની ધરપકડ કરી
- સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તરમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં આવેલી ગુંજન પેઇન્ટસના માલિકની ઓફિસ ભાડે રાખીને પચાવી પાડવાને લઈ વસ્ત્રપુર પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં રમણ પટેલ અને દશરથ પટેલે બેંકમાં પણ ખોટી વિગત આપીને ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે વસ્ત્રપુર પોલીસને પુરાવા પણ મળ્યા હતા. હાલમાં રમણ પટેલ અને દશરથ પટેલ જેલમાં હતા, જેથી જેલમાંથી તેમની કસ્ટડી મેળવવા માટે પોલીસે પ્રયત્ન કર્યો હતો અને અંતે વસ્ત્રપુર પોલીસે બન્નેની ધરપકડ કરીને આ કેસની તપાસ હાથ ધરી છે.
હજુ અન્ય એક કેસમાં પણ ધરપકડ થવાની શક્યતા
આરોપીઓ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ કેસ નોંધાય છે. જેમાં એક કેસમાં આરોપીઓ જેલમા હતા તે કેસ, જ્યારે અન્ય કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં અન્ય એક કેસમાં પણ તેમની ધરપકડ કરવામાં આવશે.