અમદાવાદ- વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની (Vadgam MLA Jignesh Mewani)આસામ પોલીસે ધરપકડ કરી હતી અને પાલનપુરથી આસામના કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતાં. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવે તે પહેલા વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જેને પગલે આસામના નાગરિકે પોલીસ ફરિયાદ કરી હતી. જે પોલીસ ફરિયાદને આધારે આસામ પોલીસ ગુજરાત આવીને જિગ્નેશ મેવાણીની ધરપકડ કરીને (Jignesh Mewani arrested by Assam Police) આસામ લઈ ગઈ હતી.
પોલીસકર્મી સાથે છેડછાડનો આરોપ - વિવાદીત ટ્વીટ કેસમાં જિગ્નેશ મેવાણીને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા હતાં. તે પછી પોલીસે મેવાણીની અન્ય કેસમાં ધરપકડ કરી હતી. ત્યાર પછી મેવાણીને બારપેટા લઈ જવામાં આવ્યા હતાં. મેવાણીની ધરપકડ કરીને લાવ્યા ત્યારે પોલીસકર્મી સાથે છેડછાડ કરવા અને તેમની સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જે કેસમાં કોર્ટે તેમને વધુ પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી આપવા હૂકમ કર્યો હતો.
ભાજપ કોઈ નિયમનું પાલન કરતું નથી - જિગ્નેશ મેવાણીની ધરપકડ પછી કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો છે. લોકશાહીનું ખૂન કહ્યું અને રેલી કરી, ઘરણા કર્યા. એક ઘારાસભ્યની ધરપકડ મામલે વિધાનસભાના અધ્યક્ષને જાણ કરવાની હોય છે, પણ હજી સુધી અધ્યક્ષે મગનું નામ મરી પાડ્યું નથી. કોંગ્રેસ કહી રહી છે કે ભાજપ આવા કોઈ નિયમનું પાલન કરતું નથી. બીજી તરફ ભાજપ તરફથી જિગ્નેશ મેવાણીની ધરપકડ પછી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચોઃ Jignesh Mevani Arrested : પોલીસ કોઇપણ MLAની ધરપકડ કરે તો શું છે નિયમ, મેવાણીની ધરપકડની સ્પીકરને જાણ કરાઇ?
રાષ્ટ્રીય આયોગમાં પિટિશન દાખલ -રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગે ગુજરાત અને આસામ સરકારને નોટિસ પાઠવી છે અને 30 દિવસમાં અહેવાલ માંગ્યો છે. માનવ અધિકાર ભંગના સવાલો ઉભા કરીને રાષ્ટ્રીય અનુસુચિત જાતિના આયોગ સમક્ષ પિટિશન દાખલ કરી છે. આયોગે આ મુદ્દાની ગંભીર નોંધ લીધી છે.
વડગામમાં ખરાખરીનો ખેલ ખેલાશે - જિગ્નેશ મેવાણીની ધરપકડ પછી તે હીરો બની જશે કે ઝીરો? તે (Political weight of Jignesh Mewani) સવાલ હાલ રાજકીય રીતે ચર્ચાઈ રહ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)યોજાવાની છે, તેમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. બીજી તરફ કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને કેસરિયો કરાવી દીધો છે. મણિલાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જેથી તેમને વડગામમાંથી ટિકિટ (Vadgam MLA Jignesh Mewani)આપીને ચૂંટણી લડાવાશે. એટલે ભાજપે મોટો ખેલ પાડી દીધો છે.
મેવાણીનું રાજકીય કદ વધી જશે? -જિગ્નેશ મેવાણીની ધરપકડ બાદ હવે તેનું કદ વધશે. સામાન્ય રીતે રાજકારણમાં કોઈને વિવાદાસ્પદ મુદ્દો મળી જાય તો તે હીરો બની જાય છે. જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ માટે આ ચૂંટણીનો મુદ્દો બનશે. હવે પછી 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)વડગામ એક વીઆઈપી બેઠક (Political weight of Jignesh Mewani) બની જશે, અને ત્યાંનો જંગ જોરદાર (VIP seat Vadgam) રહેશે.
આ પણ વાંચોઃ Jignesh Mevani Assam Case :આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી જાણો અતથી ઇતિ સુધી
મેવાણીને હવે દુનિયા ઓળખતી થઈ ગઈઃ હેમંતકુમાર શાહ -રાજકીય વિશ્લેષક પ્રોફેસર હેમંતકુમાર શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિગ્નેશ મેવાણીની ધરપકડ પછી તે હીરો બની ગયો છે. તેને અત્યાર સુધી ગુજરાત ઓળખતું હતું, હવે તેને ભારતની સાથે દુનિયા ઓળખતી થઈ છે. દલિતો, વંચિતો અને પીડિતોનો અવાજ હોય તો તે છે જિગ્નેશ મેવાણી. ચૂંટણી તેજી કે હારે તે સવાલ નથી, પણ તેનામાં અન્યાય સામે લડવાની તાકાત છે અને ખુલીને બોલવાની હિંમત છે, માટે હવે પછી જિગ્નેશ મેવાણીની રાજકીય તાકાત (Political weight of Jignesh Mewani)વધી જશે.
મેવાણીની રાજકીય કારકિર્દી પર કોઈ અસર નહીઃ જયવંત પંડ્યા - રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat ને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વખતે વિવાદિત ટ્વિટ કર્યું હતું, જે પછી આસામ પોલીસ તેમની ધરપકડ કરીને લઈ ગઈ હતી. જિગ્નેશ મેવાણીના સમર્થક વર્ગની સંખ્યા ઓછી છે, તેની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના વધારે છે. જેથી આ ઘટના પછી જિગ્નેશ મેવાણીની રાજકીય કારકિર્દી (Political weight of Jignesh Mewani) પર કોઈ અસર પડશે નહી.
ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત