ETV Bharat / city

કડવા અને લેઉઆ પાટીદારોનું રાજકીય ગણિત શું છે? વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા કોનો વધારે ફાળો રહેશે

ગુજરાતના રાજકારણમાં પાટીદારોની અતિમહત્વની ભૂમિકા રહી છે અને તેમનું વર્ચસ્વ પણ રહ્યું છે. ભાજપ મોવડી મંડળે વિજય રૂપાણી પાસેથી રાજીનામુ લઈને કડવા પટેલ એવા ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યપ્રધાન બનાવી દીધા છે. ભાજપને પણ હવે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા પાટીદાર કાર્ડ ઉતરવું પડ્યું છે. અત્યાર સુધી ગુજરાતની ગાદી પર 7 મુખ્યપ્રધાન લેઉઆ પટેલ આવ્યા છે, અને સૌથી પહેલા કડવા પટેલ ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા છે. શું છે કડવા અને લેઉઆ પટેલનું રાજકારણ, તે જાણવા માટે વાંચો ETV Bharatનો વિશેષ અહેવાલ…

કડવા અને લેઉઆ પાટીદારોનું રાજકીય ગણિત શું છે?

author img

By

Published : Sep 13, 2021, 8:24 PM IST

  • પાટીદારોનું રાજકારણ અલગ જ પ્રકારનું છે
  • પાટીદારોના 42થી 44 ટકા વોટ શેર છે
  • લેઉઆ પાટીદાર કડવા પટેલ સીએમને સ્વીકારશે?

અમદાવાદ: ગુજરાતમાં પાટીદારોનો 42થી 44 ટકા વોટ શેર છે. જેથી ગુજરાતમાં પાટીદારોને તમામ પક્ષના રાજકારણીઓ વધુ મહત્વ આપે છે. તાજેતરમાં કડવા પટેલ અને લેઉઆ પટેલ એક થયા અને પાટીદાર સમાજ માટે વિચારવાનો સમય છે. તાજેતરમાં કેન્દ્રમાં મોદી સરકારે પાટીદાર નેતાઓને આગળ કરીને પ્રમોશન આપ્યું હતું, તેમને કેબિનેટ લેવલના પ્રધાનો બનાવ્યા, જેથી કરીને પાટીદારોને રીઝવવાનો એક પ્રયાસ થયો, તેમજ ગુજરાતના નવી સીએમ પણ પાટીદારને બનાવ્યા. તે જ બતાવે છે કે સત્તામાં આવવા માટે ભાજપ હોય કે કોંગ્રેસ કે આપ બધાને પાટીદારની જરૂર પડે છે.

કડવા અને લેઉઆ પાટીદારોનું ગણિત

પાટીદારોની બે પાંખ છે. કડવા અને લેઉઆ. લેઉઆ પટેલો સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ જોવા મળે છે. જ્યારે લેઉઆ પટેલના કુળદેવી ખોડિયાર મા છે, અને તેમણે કાગવડમાં ખોડલધામ બનાવ્યું છે. તેમજ કડવા પટેલોની બહુમતિ વસ્તી ઉત્તર ગુજરાતમાં વસે છે. તેમના કુળદેવી ઉમિયા માતા છે, તે મંદિર ઊંઝામાં છે. અંદાજે જોવા જઈએ તો 40 ટકા લેઉઆની વસ્તી છે, અને 60 ટકા કડવાની વસ્તી છે. તેમનો વૉટ શેર 42થી 44 ટકા જેટલો છે.

7 લેઉઆ પટેલ મુખ્યપ્રધાન બન્યા છે

ગુજરાતના 57 વર્ષના ઈતિહાસમાં જોઈએ તો 16 મુખ્યપ્રધાન આવી ગયા. ભૂપેન્દ્ર પટેલ 17માં મુખ્યપ્રધાન બન્યા છે. તેમાંથી 7 વખત લેઉઆ પટેલ મુખ્યપ્રધાન બન્યા છે, અને આ વખતે પહેલા કડવા પટેલ મુખ્યપ્રધાન બન્યા છે. પાટીદારોની બે ફાડ પણ કડવા અને લેઉઆ પાટીદારોને એક કરવા માટે અનેક વખત બેઠકો થઈ હશે, પણ આ બે સમાજ ભેગા થવામાં ખબર નહી કોઈને કોઈ અડચણ આવી જાય છે. તાજેતરમાં જ વિશ્વ ઉમિયા ધામમાં બેઠક પણ થઈ હતી.

પાટીદાર સમાજ એક થાય તો સવા રૂપિયો થાય

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે માણસામાં સામાજિક સમારોહમાં કહ્યું હતું કે, માણસા આસપાસ પાટીદારોમાં પાવલી અને રૂપિયો સમાજ છે, અને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર મીટિંગમાં પુછતાં હતા કે હવે પાવલી અને રૂપિયો ભેગા થાય તો સવા રૂપિયો થાય. ગુજરાતી સંસ્કૃતિમાં સવા શુંકનવંતુ સ્થાન છે. આથી તમામ પાટીદાર સમાજે એક થવાની જરૂર છે. જો તમામ એક થાય તો હું તે અંગે મારી પાર્ટીમાં વાત કરીશ કે બધા ભેગા થઈ ગયા છે.

ભાજપ એટલે પાટીદાર

તાજેતરમાં કેન્દ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ બાદ આરોગ્ય પ્રધાન મનસુખ મનસુખ માંડવિયા રાજકોટ આવ્યા હતા. તેઓએ રાજકોટમાં જનઆશીર્વાદ યાત્રા દરમિયાન પાટીદાર સંમેલનમાં સંબોધન કર્યું હતું કે ભાજપ એટલે પાટીદાર અને પાટીદાર એટલે ભાજપના જેને લઇને ફરી એકવાર પાટીદાર સમાજ ચર્ચામાં આવ્યો હતો. તેમજ છેલ્લા ઘણા સમયથી પાટીદારોની પણ માંગણી હતી કે રાજ્યમાં સીએમ પાટીદાર સમાજના બનાવવામાં આવે, ત્યારે ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલને નવા સીએમ બનાવવામાં આવ્યા છે. મુખ્યત્વે પાટીદારોમાં લેઉવા અને કડવા એમ બે ભાગ પડે છે. ત્યારે કડવા પાટીદારને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. જેની અસર સૌરાષ્ટ્રની પાટીદારો બેઠકો પર પડી શકે છે.

રાજકોટની ચાર બેઠકોના મતદારો

રાજકોટ શહેરમાં વિધાનસભાની કુલ ચાર બેઠકો છે, જેમાં ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ વિધાનસભા 68માં કુલ મતદારો 2,58,580 હતા, જેમાં 19 ટકા લેઉવા પટેલ, 15 ટકા કડવા પટેલ હતા. જ્યારે વિધાનસભા 70માં 2,41,457 કુલ મતદારો હતા, જેમાં 15 ટકા લેઉવા પટેલ સમાજના મતદારો હતા. વિધાનસભા 69માં કુલ મતદારો 3,14,696 નોંધાયા છે, જેમાં લેઉવા પટેલ 15 ટકા અને કડવા પટેલ 19 ટકા નોંધાયા છે. વિધાનસભા 71માં કુલ 2,98,296 મતદારો હતા, જેમાં લેઉવા પટેલ 40 ટકા અને કડવા પટેલ 6 ટકા નોંધાયા છે.

8 બેઠકમાંથી 5 બેઠક પર પાટીદાર ધારાસભ્ય

રાજકોટ શહેર જિલ્લામાં કુલ મળીને 8 વિધાનસભા બેઠકો છે, જ્યારે એક લોકસભા બેઠક છે. શહેરમાં ચાર બેઠક પર બે પાટીદાર ધારાસભ્ય, જેમાં ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી છે. જ્યારે જેતપુરમાં જયેશ રાદડીયા, ધોરાજીમાં કોંગ્રેસમાંથી લલિત વસોયા, પડધરી ટંકારામાં લલિત કગથરા છે. જ્યારે લોકસભાની વાત કરવામાં આવે તો રાજકોટમાં લોકસભામાં પણ પાટીદાર સાંસદ મોહનભાઈ કુંડારિયા છે. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લેઉવા પાટીદારોની સંખ્યા વધારે છે અને લેઉઆ પાટીદારોનો અત્યાર સુધી દબદબો રહ્યો છે.

નરેશ પટેલ નવા સીએમને આવકારશે ખરા?

હવે જ્યારે કડવા પાટીદારને સીએમ બનાવ્યા છે, તો આગામી ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં લેઉઆ પાટીદારો શું સ્ટેન્ડ લે છે, તેના પર સૌની નજર રહેશે. અને હવે લેઉઆ પાટીદાર કડવા પાટીદાર સીએમને સ્વીકારશે. ખોડલધામવાળા નરેશ પટેલ નવા સીએમ કડવા પાટીદાર એવા ભૂપેન્દ્ર પટેલને આવકારશે કે કેમ? નરેશ પટેલના નિવેદન પર સૌની મીટ છે.

જૂનાગઢમાં પાટીદારોનું સમીકરણ

જૂનાગઢનું વિસાવદર લેઉવા પાટીદાર તો માણાવદર કડવા પાટીદાર બહુલીક વિધાનસભા મતક્ષેત્ર છે. માણાવદર વિધાનસભા બેઠક પર અંદાજે 85,000 જેટલા પાટીદાર મતદારો છે. આ પૈકી 58,000 જેટલા કડવા પાટીદાર અને 27,000ની આસપાસ લેઉવા પાટીદાર મતદારો છે. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક પર અંદાજિત સવા લાખ કરતા વધુ પાટીદાર મતદારો નોંધાયેલા છે. આ પૈકીના મોટા ભાગના મતદારો લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. આ બેઠક પરથી અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ ચૂંટણી જીતીને રાજ્યના મુખ્યપ્રધાન સુધી પહોંચ્યા છે. છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસના હર્ષદ રિબડિયા વિધાનસભ્ય બનીને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અન્ય બે વિધાનસભાની બેઠક કેશોદ અને માંગરોળ પર પાટીદાર મતદારોનો ખૂબ મોટો પ્રભાવ કે દબદબો જોવા મળ્યો નથી. જ્યારે જૂનાગઢ વિધાનસભા બેઠકની વાત કરીએ તો 60,200 પાટીદાર મતદારો નોંધાયા છે. આ પૈકીના 40,000ની આસપાસ લેઉવા પાટીદાર અને 20,000ની આસપાસ કડવા પાટીદાર મતદારો નોંધાયા છે. આ મતદારો કોઈપણ ઉમેદવારને ચૂંટણી જીતાડવા કરાવવા માટે એ નિર્ણાયક બની શકે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોનો ઈતિહાસ છે કે, જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી પાટીદાર ઉમેદવાર ધારાસભ્ય બનીને ગુજરાત વિધાનસભામાં પહોંચ્યો નથી.

ભરત પંચાલ, મનિષ ડોડિયા અને ભાવેશ સોંદરવાનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.