વિરમગામઃ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈને બાતમી મળી હતી કે, હત્યાનો આરોપી સાગર ભાવસંગ ઠાકોર (રહે. ખારાઘોડા, નવા ગામ વાળો) 26 જાન્યુઆરીથી પેરોલ રજા પૂરી થઈ હોવા થતા હાજર થયો નથી. તેણે પેરોલ જમ્પ કર્યા છે. આરોપી ખારાઘોડાથી ઓડુ જવાના રસ્તા પર નીકળવાનો હોવાની બાતમી મળતા પીએસઆઈ સહિતનો સ્ટાફ ખારાઘોડા ઓડુ પુલિયા પાસે વોચમાં બેઠી હતી. તે દરમિયાન એક બાઈક નીકળતા બાઈક ચાલકે પોલીસને જોઈ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેનું નામ પૂછતા સાગર ભાવસંગ ઠાકોર જાણવા મળ્યું હતું, જે છેલ્લા 8 મહિનાથી ફરાર હોવાનું જણાયું હતું. પોલીસે આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો હતો.
અમદાવાદઃ પાટડી પોલીસે 8 મહિનાથી ફરાર હત્યાના આરોપીને ઝડપી પાડ્યો - પાટડી પોલીસ
છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. પાટડી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જિલ્લા એસપીએ ફરાર આરોપીઓને પકડવા માટે સૂચન જાહેર કર્યા હતા, જેના આધારે આ આરોપીને પકડી પડાયો છે.