ETV Bharat / city

Police Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર - કાયદાનો ભંગ કરીને દારૂની હેરાફેરી

31 ડિસેમ્બર નજીક હોય ત્યારે દારૂની હેરાફેરી કરતા અનેક બુટલેગર ઝડપાતા હોય છે, પરંતુ આ વખતે તો કઈક અલગ જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે, હવે તો પોલીસ કર્મચારી પણ બુટલેગર બની દારૂની હેરાફેરી કરતી(Police Became Bootleggers) ઘટના પ્રકાશમાં આવી છે,ત્યારે પાલડી પોલીસે દારૂની હેરાફેરી કરતા એક પોલીસ હેડ કોન્સ્ટેબલની ધરપકડ (traffic chief constable caught stealing liquor) કરી છે.

Police Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર

author img

By

Published : Dec 24, 2021, 10:41 AM IST

અમદાવાદ: 31 ડિસેમ્બર નજીક હોય ત્યારે દારૂની હેરાફેરી કરતા અનેક બુટલેગર ઝડપાતા (Police Became Bootleggers) હોય છે, ત્યારે કઈક અલગ જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે, પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર પોતે બુટલેગર બનીને દારૂની હેરાફેરી કરતો ઝડપાયો હતો કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરીને દારૂની હેરાફેરી કરે છે, પાલડી પોલીસને બાતમી મળી હતી કે, એક બુટલેગર દારૂનો જથ્થો લઈને પાલડી સુમેરુ ચાર રસ્તાથી પસાર થવાનો છે.

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર

દારૂની હેરાફેરીને લઈને પોલીસ કર્મચારીની ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ દરમિયાન એક શકાસ્પદ એક્ટિવા પસાર થતા પોલીસે ચેકીંગ કર્યું, તો દારૂના જથ્થા સાથે વસંત પરમાર ઝડપાયો. બુટલેગર સમજીને પૂછપરછ કરતા વસંત પરમાર પોલીસ કર્મચારી હોવાનું ખુલ્યું. પાલડી પોલીસે દારૂની હેરાફેરીને લઈને પોલીસ કર્મચારીની (traffic chief constable caught stealing liquor) ધરપકડ કરી.

પૈસાની જરૂર હોવાથી પોલીસ બન્યો બુટલેગર

પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર ટ્રાફિક વિભાગના ઇ ડિવિઝનમાં ફરજ બજાવે છે. છેલ્લા 25 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા વસંત પરમારે શોર્ટકટમાં પૈસા કમાવવા દારૂની હેરાફેરી શરૂ કરી. માતાને હાર્ટની તકલીફ હોવાથી બીમારીનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવા વસંત પરમાર પોલીસ કર્મચારીની સાથે બુટલેગર પણ બન્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. અસારવાથી દારૂનો જથ્થો લઈને આવતા પોલીસના હાથે જ ઝડપાઇ ગયો. પાલડી પોલીસે (Police station Paldi) દારૂનો જથ્થો, મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી.

કાયદાના રક્ષકે કર્યો કાયદાનો ભંગ

ગુજરાતમાં દારૂ બંધીનો કાયદાનો ભંગ ખુદ કાયદાના રક્ષકે કર્યો, ત્યારે બુટલેગર અને પોલીસની સાંઠગાંઠતો હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આ કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર કોની પાસેથી દારૂ લઈને આવ્યો અને કોને આપવા જવાનો હતો, તે મુદ્દે પોલીસે પૂછપરછ શરુ કરી હતી.

આ પણ વાંચો:

નવસારીમાં દારૂની મહેફિલ માણતી 8 મહિલાઓ સહિત 11 રંગે હાથે ઝડપાયા

વડોદરામાં ટ્રાફિક પોલીસે વિદેશી દારૂ ભરેલી એક વાન ઝડપી પાડી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.