અમદાવાદ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા (Police Arrested two moneylenders ) છે. આ વ્યાજખોરના ત્રાસથી પંચાલ દંપતીએ આપઘાત કર્યો.મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનનો ધંધો કરતા નિકુંજ પંચાલે પોતાના ઘરમાં આત્મહત્યા ( Case of suicide of a couple in Ahmedabad ) કરી. તેમણે આત્મહત્યા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. તપાસમાં સામે આવ્યું કે નિકુંજ પંચાલે ધધા અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતાં. 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતાં. જેમાં રાકેશ નાયક ફાયનાન્સ લાયસન્સ વગર વ્યાજે પૈસા ચૂકવ્યા હતાં. જ્યારે દેવાંગ સથવારા રીકવરી એજન્ટ બનીને પૈસાની ઉઘરાણી કરવા જતો હતો.
નિકુંજના પત્ની શ્વેતાબેને આ જ કારણસર કરી હતી આત્માહત્યા આ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજના પત્ની શ્વેતાબેને 2 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતાં. જેથી કંટાળીને નિકુંજે પણ આત્મહત્યા (Suicide due to usurers harassment ) કરી. આ કેસમાં અગાઉ અનિલ પટેલની ધરપકડ બાદ આજે 2 વ્યાજખોરની પણ ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત ધક્કો મારી 12 ફૂટ નીચે પાડ્યો
વેપારી સમયસર વ્યાજ ચુકવતા હતાં પકડાયેલા આરોપીની તપાસમાં સામે આવ્યું કે રાકેશ નાયકને મિલકત પર 1 ટકા અને મિલકત વગર દોઢ ટકા વ્યાજ પર લેવાનું લાયસન્સ 2021માં મેળવ્યું. પરંતુ નિકુંજે પાસે લાયસન્સ ન હતું ત્યારે 4 ટકાના વ્યાજે રૂ 10 લાખ આપ્યા હતા. પૈસાના અવેજ પેટે વેપારીએ કોરા ચેક અને પ્રોમીસરી નોટ અને માતાની માલિકીના મકાનનો સમજૂતી કરાર પણ કરી આપ્યો હતો. જે બાદ વેપારી સમયસર વ્યાજ અને મૂડીની રકમ ચુકવતા હતાં.
આ પણ વાંચો Usurers in Gandhinagar : વ્યાજખોરો સામે ગાંધીનગરમાં પોલીસની ઝુંબેશ, એક દિવસમાં 10 અરજી
નાણાં ચૂકવી દીધાં હોવા છતાં ઉઘરાણી કાઢવામાં આવતી હતી વ્યાજે લીધેલી 10 લાખ રકમ અને વ્યાજ વેપારી નિકુંજ પંચાલે ચુકવી દીધા છતાં રાકેશ નાયક અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. સાથે જ વેપારીએ આપેલ પ્રોમીસરી નોટ અને ચેક પરત ન આપી ચેકમાં મનફાવે તેવી રકમ ભરી વટાવી ચેક બાઉન્સ થતા 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત દેવાંગ સથવારા રીકવરી એજન્ટ બનીને પઠાણી ઉઘરાણી કરવા ઘરે જતો હતો. જેથી આ દંપતિનું જીવવું મુશ્કેલ ( Suicide due to usurers harassment ) બન્યું હતું. આ કેસમાં પોલીસે મહત્વના દસ્તાવેજ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અનુપ પટેલની ધરપકડ કરવામાં આવી રાણીપ પોલીસે નિકુંજ પચાલને 15 લાખ રૂપિયા પરત ન કરનાર અનુપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે આજે બે વ્યાજખોરની ધરપકડ ( Usurers Arrested by Ranip Police ) કરીને આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં રાણીપ પોલીસે આ વ્યાજખોર અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા કે નહીં તે મુદ્દે તપાસ કરી રહ્યા છે.