- 18 એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ
- શહેરને હેરિટેજનો દરજ્જો અપાવવામાં પોળ મુખ્ય
- કડીપોળ એટલે એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહેતા હોઇ
અમદાવાદ: જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે 300થી વધારે જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી. અમદાવાદ શહેર પર સંશોધન કરનારા અને જાણકાર ડૉ.માણેક પટેલના મત પ્રમાણે 360 જેટલી પોળ અમદાવાદમાં આવેલી છે. પોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત છે. પાટણમાં પોળને ‘પાડા’કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાં પાટણ વસેલું હતું. અહમદશાહે આ શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્ત પોળ’તરીકે ઓળખાવા લાગી. માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે. મુઘલ કાળના દસ્તાવેજોમાં ઢીકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ, ભંડેરપુર પોળ વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. મુઘલ કાળના અંતથી પોળોની રચના થવા માંડી. મરાઠા હકૂમતમાં પોળોની રચનાને વેગ મળ્યો. અમદાવાદની ઘણી ખરી પોળો 1760 થી 1818ના સમયગાળાની વસેલી છે. જેની સંખ્યા 360 જેટલી હતી. છ ઘરોની પોળ (ખાંચો) થી માંડીને આશરે 300 થી 3000 જેટલાં ઘરોની મોટી પોળ શહેરમાં છે.
પોળનું ભૂગોળ સાપસીડી જેવું છે
માણેક પટેલ કહે છે કે, "પોળની ભૂગોળ સાપસીડીની રમત જેવી છે. તેની ભૂગોળ પોળનો રહેવાસી જ સમજી શકે ! બીજા કોઈની હિંમત નહીં ! અક્ક્લ નહીં ! જ્યારે શહેરમાં હુલ્લડો કે તોફાનો થાય છે ત્યારે પોળ રણક્ષેત્ર બની જાય છે. ત્યારે આવેલા લશ્કરના જવાનો પણ પોળનો ભૂગોળ નહીં સમજતાં, માથે હાથ મૂકી બેસી જાય છે. પોળમાં પોલીસ પેસતાં ડરે ! તેમને પથ્થરોનો વરસાદ સહન કરવાની તૈયારી રાખવી પડે ! આઝાદીની ચળવળમાં આ પોળો ખૂબ સક્રિય રહી હતી. ઘણા નેતાઓ અહીં ભૂગર્ભમાં સંતાઈ ગયા હતા."
પોળના નામ સાથે જોડાયેલો છે અનોખો ઇતિહાસ
અમદાવાદની પોળોનાં નામોનો ઈતિહાસ છે. શહેરની સૌથી મોટી પોળ ‘માંડવીની પોળ’છે. શહેર મધ્યે આવેલાં ચૌટા કે ચોરામાં નવરાત્રિ વખતે માતાજીની માંડવી મૂકવામાં આવતી અને તેની આજુબાજુ ગોળ વર્તુળમાં બહેનો ગરબા ગાતી. જે પ્રથાને કારણે માંડવી નામ પડ્યું ! . પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએ સ્થાપિત થઈ અને તે જ નામે પોળ ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક વ્યક્તિઓનો ફાળો નાનો-સૂનો નથી. પોળોનાં નામોમાં પશુ, પ્રાણીઓ અને જીવડાંઓનો સમાવેશ થયો છે. તેમાં ચામાચિડિયાની પોળ, જળકુકડીની પોળ, દેડકાંની પોળ, કાગડા શેરી, લાંબા પાડાની પોળ, મરઘા વાડ, હરણવાળી પોળ, બકરી પોળ, વાંદરા બુરજ વગેરેનો ઉલ્લેખ થઈ શકે ! તેનો ઈતિહાસ શોધવો મુશ્કેલ પડે ! કળજુગ, ચકાપકા, ભૂખડી મોલાત અને કીડી-પાડાની પોળ જેવાં ચિત્ર-વિચિત્ર નામો પણ જોવા મળે
પોળમાં પાણી માટે છે ખાસ વ્યવસ્થા
અમદાવાદમાં પાણીની ખેંચ હોવાથી, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં પાણીનાં ટાંકા બનાવવામાં આવતાં. જેમાં સંગ્રહ કરેલું પાણી, મુશ્કેલીના સમયમાં કામમાં લેવાતું. થોડાક વર્ષો પહેલાં બાલા હનુમાનથી ખાડીયા વચ્ચેની 16 પોળોનાં 65 ટાંકાઓમાંથી 11 ટાંકાના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જે ટેસ્ટિંગમાં બેક્ટેરિયા-પ્રૂફ પિવાલાયક પાણી સાબિત થયું હતું. મ્યુનિસિપાલિટીના પાણીના નળ શરૂ થતાં, ટાંકાના પાણીનો વપરાશ બંધ થયો. ઘણા લોકોએ ટાંકા પુરાવી દીધાં છે.
અમદાવાદની પોળની યાદીઃ
અમૃતલાલની પોળ
આંબલીની પોળ
આકા શેઠ કુવાની પોળ
અર્જુનલાલની ખડકી
બંગલાની પોળ
બાપા શાસ્ત્રીની પોળ
બઉઆની પોળ
ભદવા પોળ (ભદો/બદો પોળ)
ભંડારીની પોળ
ભાઉની પોળ
ભવાનપુરાની પોળ
ભાવસારની પોળ
ભોઈવાડાની પોળ
બોબડીયા વૈધની ખડકી
બુખારાની પોળ
ચાંલ્લા પોળ
છગન દફતરની પોળ
છીપા પોળ
છીપા માવજીની પોળ
ડબગરવાડ
ડોશીવાડાની પોળ
દેડકાની પોળ
દેસાઇની પોળ
દેવની શેરી
દેવજી સરૈયાની પોળ
દેયડીની પોળ
ઢાળની પોળ
ઢાલગરવાડ
ધનાસુથારની પોળ
ધનપીપળાની પોળ
ઢીંકવાની પોળ
ધોબીની પોળ
દુર્ગામાતાની પોળ
ફાફડાની પોળ
ફાફડાશેરી
ફતાસા પોળ
ગંગાઘીયાની પોળ
ગત્રાડની પોળ
ઘાંચીની પોળ
ઘાસીરામની પોળ
ગોજારીયાની પોળ
ગોલવાડ
ગોટીની શેરી
ગુસા પારેખની પોળ
હબીબની ગોલવાડ
હાજા પટેલની પોળ
હજીરાની પોળ
હલીમની ખડકી
હનુમાનની ખડકી
હનુમાન વાળી પોળ
હારનની પોળ
હરી ભક્તિની પોળ
હરિકરસનદાસ શેઠની પોળ
હાથીખાના
હાથીનો ચોરો
હવેલીની પોળ
હિંગળોક જોશીની પોળ
હીરા ગાંધીની પોળ
જાદા (જાદવ) ભગતની પોળ
જળકુકડીની પોળ
જાનીની ખડકી
જાતીની પોળ
જેઠાભાઇની પોળ
જીવણ પોળ
ગુણવાળી પોળ
ગંગારામ પારેખની પોળ
ઝવેરીવાડ
કચરીયાની પોળ
કડવાની પોળ
કડવા શેરી
કડિયાવાડ
કવિશ્વરની પોળ
કાકા બળીયાની પોળ
કલજુગની ખડકી
કાપડીવાડ
કાલુમીયાનો તકીયો
કાળુશીની પોળ
કામેશ્વરની પોળ
કીકા ભટ્ટની પોળ
કોઠની પોળ
કંસારાની પોળ
કરોડાની પોળ
ખત્રી પોળ
ખિસકોલીની પોળ
ખીચડાની પોળ
ખીજડાની પોળ
ખીજડા શેરી
કોકડીયાની પોળ
કોઠારીની પોળ
કુવાવાળો ખાંચો
ખત્રીવાડ
લાખા પટેલની પોળ
લાખીયાની પોળ
લાલા મહેતાની પોળ
લાલા વાસાની પોળ
લાલાભાઇની પોળ
લાંબા પાડાની પોળ
લીંબુ પોળ
લીમડા શેરી
લુહાર શેરી
લંબેશ્વરની પોળ
મરચી પોળ
મહાજન વાડો
મનસૂરીવાડ
મહાલક્ષ્મીમીની પોળ
મહાલક્ષ્મીનો ખાંચો
મહુરત પોળ
મકેરી વાડ
મામાની પોળ
મામુનાયકની પોળ
માળીની પોળ
માંડવીની પોળ
મણીયાસાની ખડકી
મંકોડીની પોળ
મહેતાની પોળ
મુળજી પારેખની પોળ
મોધવાડાની પોળ
મોરલીધરનો વેરો
મોટી હમામની પોળ
મોટી રંગીલા પોળ
મોતીભાઇની ખડકી
મોટો સુથારવાડો
મોરલીધનનો વ્હેરો
મોટી રંગીલા પોળ
મોટી સાલેપરી
મોટી વાસણશેરી
નાડાવાડાની પોળ
નાગર ભગતની પોળ
નાગરબોડીની પોળ
નાગરવાડો
નવીમોહલત પોળ
નગીના પોળ
નાગજી ભુદરની પોળ
નાગોરીવાડ
નાગુ માસ્તરનો ડેલો
નાઇવાડો
નાની હમામની પોળ
નાની રંગીલા પોળ
નાની વાસણશેરી
નાનો સુથારવાડો
નાનશા જીવણની પોળ
નવતાડની પોળ
નવઘરીનો ખાંચો
નવધાની પોળ
નીશા પોળ
પાડા પોળ
પાડી પોળ
પગથિયાંવાળો ખાંચો
પખાલીની પોળ
પાંચાભાઈની પોળ
પંડિતજીની પોળ
પાંજરા પોળ
પરબડીની પોળ
પારેખની પોળ
પારેખની ખડકી
પતાસાની પોળ
પીપળા શેરી
પીપરડી પોળ
રબારીવાસ
રાજા મહેતાની પોળ
રણછોડજીની પોળ
રતન પોળ
રુગનાથ બંબની પોળ
રૂપા સુરચંદની પોળ
સદમાતાની પોળ
સાઈબાબાની પોળ
સાળવીની પોળ
સંભવનાથની પોળ
સમેત શિખરની પોળ
સાંકડી શેરી
સારખેડીની ખડકી
સુઈગરાની પોળ
સરકીવાડ
સથવારાનો ખાંચો
શણગાર શેરી
શામળજી થાવરની પોળ
શામળાની પોળ
શાંતિનાથની પોળ
શેઠની પોળ
શેવકાની વાડી
શ્રીરામજીની શેરી
સોદાગરની પોળ
સોનીની ખડકી
સોનીની પોળ
સોનીનો ખાંચો
સુરદાસ શેઠની પોળ
સુતરીયાની પોળ
તળીયાની પોળ
તુલસી ક્યારાની ખડકી
ટીંબા પોળ
ટેમલાની પોળ
ટોકરશાની પોળ
ટંકશાળની પોળ
વડા પોળ ખાડિયા
વાઘણ પોળ
વાઘેશ્વરની પોળ
વાઘેશ્વરીમાતાની પોળ
વેરાઈ પાડાની પોળ
વીંછીની પોળ
વાડીગામ
ઝુમખીની પોળ
ઝુંપડીની પોળ
હવાડાની પોળ
હીરા ભગતની પોળ
પદ્મા પોળ