ETV Bharat / city

PM Road Show in Ahmedabad : બન્ને વડાપ્રધાનોના રોડ શોને લઈને જાહેરનામુ, જાણો કયા રોડ પર પ્રતિબંધ - PM Mauritius with PM Modi in Ahmedabad

અમદાવાદમાં PM મોદી અને મોરેશિયસના PMના રોડ શોને (PM Road Show in Ahmedabad) લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક રોડ પર અવરજવર માટે પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે. તો આ રોડ શોમાં આશરે 10 હજારથી વધુ લોકો બન્ને દેશના વડાપ્રધાનને રૂડો આવકાર આપશે.

PM Road Show in Ahmedabad : બન્ને વડાપ્રધાનોના રોડ શોને લઈને જાહેરનામુ, ક્યા રોડ પર અવરજવર માટે પ્રતિબંધ જૂઓ

author img

By

Published : Apr 19, 2022, 2:11 PM IST

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસનો (PM Modi visit to Gujarat) આજે બીજો દિવસ છે. તો બીજી તરફ મોરેશિયસના વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે મોરેશિયસના PM સાથે PM મોદી જામનગર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી અમદાવાદ એરપોર્ટ સાથે પરત ફરશે. જ્યાં અમદાવાદમાં ભવ્ય રોડ શોનું (PM Road Show in Ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામુ
જાહેરનામુ

આ પણ વાંચો : Mauritius PM Gujarat Visit : રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનો રોડ શો, ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું

3 કલાકથી સુધી રોડ પર પ્રતિબંધ - અમદાવાદમાં મોરેશિયસના PM સાથે PM મોદી (Road Show Mauritius PM in Ahmedabad) ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 10 હજારથી વધુ લોકો બન્ને દેશના વડાપ્રધાનને રૂડો આવકાર આપશે. એવામાં આ રોડ શોને લઈને ડફનાળાથી નોબલનગર ટી સુધી વાહનોની અવર જવર પર બપોરે 3 કલાકથી રોડ શો પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ સતર્ક - વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ જુગનૌથના (Mauritius PM Pravind Jugnauth) રોડ શોના કાર્યક્રમને અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસ સતર્ક જોવા મળી રહી છે. જેને લઈ 19મીએ બપોરે 3 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે ડફનાળાથી નોબલનગર ટી સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ (Mauritius PM with PM Modi in Ahmedabad) મૂકવામાં આવ્યો છે. વાહન ચાલકો આ દરમિયાન વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Mauritius PM Ahmedabad Visit: મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ આજે અમદાવાદ આવશે, સ્વાગત માટે ગોઠવાયા 30 સ્ટેજ

ક્યાં સુધી રોડ બંધ રહેશે? - ડફનાળા ચાર રસ્તા થી એરપોર્ટ સર્કલ, ઇન્દિરા બ્રિજ સર્કલ, નોબલનગર ટી સુધીનો રસ્તો વાહનોની અવર જવર માટે (Ban on road shows in Ahmedabad) પ્રતિબંધિત રહેશે.

ત્રણ વડાપ્રધાનની મુલાકાત - ગુજરાત રાજ્યમાં ચાર દિવસમાં ત્રણ વડાપ્રધાનના કાર્યક્રમો સૂચક માનવામાં આવી રહ્યા છે. આ મુલાકાતોમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી એમ બે મુખ્ય બાબતની ચર્ચા કરવામાં આવશે. જેમાં મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ સૌરાષ્ટ્રમાં તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જો કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પણ હવે નજીક આવી રહી છે. તેથી ત્રણ વડાપ્રધાનની મુલાકાત, રોડ શો અને ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી જેવા મુદ્દે ચર્ચા આ તમામ બાબતો રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક સર્જી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.