ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) છે. ત્યારે તેમણે પોતાના પ્રવાસની શરૂઆત માતા હીરાબાના આશીર્વાદ લઈને (PM Modi takes blessing from Mother Hiraba) કરી હતી. આજે હીરાબાનો 100મો જન્મદિવસ હોવાથી વડાપ્રધાન વહેલી સવારે તેમના નિવાસસ્થાને તેમને મળવા પહોંચ્યા હતા. તે દરમિયાન વડાપ્રધાનના હાથમાં એક બેગ પણ હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ બેગમાં હીરાબા માટે ભેટ હોઈ શકે છે. અહીં વડાપ્રધાને માતાને ભેટ પણ આપી હતી. વડાપ્રધાને હીરાબાના પગ ધોઈને તેમના આશીર્વાદ લીધા હતા. તો હવે એક માતાના આશીર્વાદ લીધા પછી હવે વડાપ્રધાન બીજા માતાના આશીર્વાદ લેવા પાવાગઢ પહોંચશે.
હીરાબાએ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો - આ પહેલા વડાપ્રધાનના નાના ભાઈ પંકજ મોદીએ કહ્યું હતું કે, 'હીરાબાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. તે 18મી જૂન 2022ના રોજ તેના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે વડાપ્રધાન મોદી 18મી જૂને ગુજરાત પ્રવાસે છે. તેઓ પાવાગઢ મંદિરની મુલાકાત (PM Modi Pavagadh Visit) લેશે અને બાદમાં વડોદરામાં રેલીને સંબોધશે. મોદી પરિવારે તે દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરવાનું પણ આયોજન કર્યું હતું.
PM મોદી પાવાગઢમાં આશિર્વાદ લેશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સવારે 9:30 વાગ્યે વડાપ્રધાન મોદી પાવાગઢના મહાકાળી મંદિરના દર્શન કરશે. પાવાગઢની મુલાકાત પહેલાં તેમણે માતા હીરાબા સાથે ખાસ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આપને જણાવી દઈએ કે, પાવાગઢ મહાકાળી મંદિર છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે.
વડનગરમાં ઉજવાશે ભવ્ય સમારોહ - મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો 100મો જન્મદિવસ (PM Modi Mother Hiraba Birthday) વડનગરમાં ભવ્ય સમારોહ સાથે ઉજવવામાં આવશે. 18મી જૂને હીરાબાની 100મી જન્મજયંતી નિમિત્તે વડનગરમાં પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ, લોક હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા, સુંદરકાંડ વક્તા કેતન કમલ અને જિતુ રાવલના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના જન્મદિવસ નિમિત્તે હાટકેશ્વર મહાદેવમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
હીરાબા વડાપ્રધાનને મળવા દિલ્હી ગયા હતા - હીરાબા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ પર 2 વર્ષ પૂર્ણ થયા પછી 15 મે 2016ના દિવસે તેમને મળવા દિલ્હી પણ ગયાં હતાં. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથથી વ્હીલચેર પર તેમને આખો બગીચો બતાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને આ ફોટો ટ્વિટ પણ કર્યા હતા. જોકે, ફેબ્રુઆરી 2016માં હોસ્પિટલમાં ભરતી થયેલાં હીરાબાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં. વડાપ્રધાન સતત ડોક્ટર્સના સંપર્કમાં હતા. માતાની તબિયત સારી થતા વડાપ્રધાને તેમની સાથે વાત પણ કરી હતી. હીરાબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર એમ પણ કહ્યું હતું કે, તેમણે એક જ સમયે નવા કાળા વાળ અને દાંત કરાવ્યા છે.
માર્ચ 11, 2022 - માર્ચમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદીએ અમદાવાદ એરપોર્ટથી કોબામાં ભાજપના કાર્યાલય કમલમ્ સુધીના રોડ શૉમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી. તેમા થોડા સમય બાદ જ તેઓ ગાંધીનગરમાં માતા હીરાબાના ઘરે પહોંચ્યા હતા.
30 ઓક્ટોબર 2019 - નર્મદા જિલ્લા નજીક કેવડિયા કોલોનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરના કાર્યક્રમ પછી પણ તેઓ તેમની માતા હીરાબાને મળ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે 31મી ઓક્ટોબરે એક દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 30 ઓક્ટોબરે રાત્રે લગભગ 8:30 વાગ્યે વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીથી અમદાવાદની યાત્રા કરી હતી. વિશ્વવ્યાપી કોરોના મહામારીને કારણે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. સુરક્ષાની ચિંતાને કારણે વડાપ્રધાન મોદી 2 વર્ષથી માતાને મળી શક્યા નહતા. કોરોના સંકટ દરમિયાન જ્યારે વડાપ્રધાને થાળી વગાડવાની અપીલ કરી તો તેમની માતાએ પણ થાળી વગાડી હતી. તેની તસવીર પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
માતા હીરાબાએ PMને આપ્યા હતા આશીર્વાદ - વડાપ્રધાન પદ સંભાળ્યાના 119 દિવસ બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તે સમયે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ગુજરાતની મુલાકાતે હતા. માતા હીરાબાએ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર આશીર્વાદ આપ્યા હતા. માતાએ મોદીને 100 રૂપિયાની ભેટ પણ આપી હતી.