અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જાન્યુઆરીએ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ સાથે નમો એપના માધ્યમથી સંવાદ (PM Modi talks to Gujarat BJP Workers) કર્યો હતો. તે દરમિયાન વડાપ્રધાને 'કમલપુષ્પ'ની વાતનો (PM Modi on Kamalpushp) ઉલ્લેખ કર્યો હતો. નમો એપમાં 'કમલપુષ્પ' સેગમેન્ટમાં ભાજપ માટે વર્ષોથી કાર્ય કરનારા કાર્યકરોની માહિતી (Information of BJP workers in 'Kamalpushp' segment) આપવામાં આવશે.
આ પણ વાંચો- Assembly Elections in UP : ઉત્તર પ્રદેશમાં યોગીને વોટ આપવા અમદાવાદથી લખાઈ રહ્યા છે પત્રો
'કમલપુષ્પ'માં કોને સ્થાન?
કલમ 370 હટાવવા માટેનું આંદોલન હોય, કટોકટી સમયે લોકશાહી બચાવવાનો સંઘર્ષ હોય, રામ મંદિર નિર્માણ અભિયાન હોય, કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં ભાજપાના વિસ્તારની બાબત હોય જનસંઘ-ભાજપનો કાર્યકર્તા પાર્ટીનો આધારસ્તંભ રહ્યો છે. જેમણે ક્યારેય પ્રસિદ્ધિ કે ક્રેડીટ લેવાનો પણ પ્રયત્ન કર્યો નથી. જેઓ 1980 પહેલાના જનસંઘથી લઈને આજ સુધી પાર્ટી માટે સતત કાર્ય કરતા આવ્યા છે. આવા કાર્યકરોનો સમાવેશ કમલ પુષ્પમાં કરવામાં આવ્યો છે. આવા કાર્યકરોની જીવની 'નમો' એપમાં મુકવામાં આવશે.
આ પણ વાંચો- CR Patil on Vijay Rupani: વિજય રૂપાણીની નારાજગી અંગે સી. આર. પાટીલે શું કહ્યું?
ગુજરાતમાં 'કમલપુષ્પો'ને કોણ શોધશે?
'કમલપુષ્પ'માં ભારતીય જનસંઘની 1951ની સ્થાપનાથી માંડીને ભાજપની સ્થાપના એટલે કે, 1980 સુધીના કાર્યકરોની સંઘર્ષ ગાથા મૂકવામાં આવી છે. જેણે પક્ષમાં વર્ષો સુધી કામ કર્યુ છે. પક્ષ માટે તેમને સર્વસ્વ ન્યૌછાવર કર્યું છે. તેમ છતાં જેમને આજે કોઈ ઓળખતું નથી. તેવા પાયાના કાર્યકરોનો સમાવેશ 'કમલપુષ્પ'માં કરવામાં આવ્યો છે. ગુજરાતના આવા કમલપુષ્પોને શોધવા રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ સંગઠન મંત્રી મહેશ કસવાલા, પૂર્વ પ્રવક્તા ભરત પંડ્યા, સહપ્રવક્તા કિશોર મકવાણા અને સોશિયલ મીડિયા સંયોજક નિખિલ પટેલ વગેરેની ટીમ કામ (A team of BJP leaders will search for Kamalpushp) કરી રહી છે.
'કમલપુષ્પ'માં શંકરસિંહ વાઘેલા સ્વ. કેશુભાઈ પટેલનો પણ સમાવેશ
'કમલપુષ્પ' ભાજપની આજ સુધીની વિકાસયાત્રા માટે પાયાનો પથ્થર સાબિત થનારા કાર્યકરોનું સન્માન છે. જોકે, હજી આ યોજના પ્રાથમિક તબક્કામાં છે. સંગઠનના નાના સ્તરેથી આવા કાર્યકરોની માહિતી કેન્દ્રમાં મોકલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે આ (PM Modi on 'Kamalpushp') બાબતમાં અંગત રસ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવે ભાજપમાં નથી તેવા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Inclusion of Shankarsinh Vaghela in 'Kamalpushp') અને સ્વ. કેશુભાઈ પટેલ જેવા નેતાઓનો (Inclusion of Late Keshubhai Patel in 'Kamalpushp') સમાવેશ પણ 'કમલપુષ્પ'માં કરવામાં આવ્યો છે.
'કમલપુષ્પ' એટલે શું?
'કમલપુષ્પ' એ (what is 'Kamalpushp') આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ દરમિયાન ભાજપ અને જનસંઘના કાર્યકર્તાઓની વાર્તાઓ એકત્રિત કરવાનો પ્રયાસ છે. જેમણે આ તબક્કાઓ દ્વારા સમાજની સેવા કરી અને કોઈ પણ લાઈમલાઈટની શોધ કર્યા વગર અથવા જેમને તે લાયક લાઈમલાઈટ મળી નથી.