- વિશ્વભરમાં ભારત તરફ કોરોના રસીને લઇને આશાભરી નજર
- ભારતમાં ત્રણ સ્થળે કોરોના રસી પર થઇ રહ્યું છે કામ
- અમદાવાદમાં ઝાયડસનો કોરોના રસી બનાવતો પ્લાન્ટ
- પીએમ મોદી 28 નવેમ્બરે મુલાકાત લે તેવી સંભાવનાઓ
અમદાવાદ: સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે વિશ્વની આતુરતાનો અંત આવી શકે છે. કારણ કે વડાપ્રધાન મોદી આગામી શનિવારે ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આ મુલાકાત અંગેની માહિતીઓ સામે આવી રહી છેે તે મુજબ ઝાયડસ કંપનીનો દવાનો પ્લાન્ટ છે તે પ્લાન્ટની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ઝાયકોવ ડી વેક્સિનનું થઈ રહ્યું છે નિર્માણ
વિશ્વના અનેક દેશોમાં કોરોનાની વેક્સિન અંગે સંશોધન ચાલી રહ્યું છે, ત્યારે ભારત પણ તેમાં પાછળ નથી. ભારત બાયોટેક દ્વારા નિર્માણ થયેલી કોવેક્સિન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને તેનું થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાંથી બીજા આનંદના સમાચાર આવ્યા છે. અમદાવાદની ઝાયડસ કેડિલા કંપની પણ કોરોનાની વેક્સિનનું રિસર્ચ કરી રહી છે, તેમાં પણ ટ્રાયલમાં સારી એવી સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં આત્મનિર્ભર વેક્સિન ભારતને મળી રહેશે, તેનો આનંદ દરેક ભારતવાસીઓને હશે.
કોરોના રસી શોધવાના પ્રયત્નોને પ્રોત્સાહનનો હેતુ
વડાપ્રધાન ખુદ કોરોના રસીના પરીક્ષણ અને તેની કેટલું પરિણામ મળી રહ્યું છે, તે જાણવા માટે 28 નવેમ્બરને શનિવારે સૌપ્રથમ પૂનાની સીરમ ઈન્સ્ટિયુટ જઈ રહ્યાં છે, અને ત્યાર પછી તેઓ અમદાવાદ ઝાડયસ કેડિલા પ્લાન્ટની મુલાકાતે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વૈજ્ઞાનિકોને મળીને તેમનો આભાર માનશે.