ETV Bharat / city

PM Modi In Khel Mahakumbh 2022: PM મોદીએ કહ્યું આગામી ઓલિમ્પિકના ખેલાડીઓ ખેલ મહાકુંભમાંથી જ નીકળશે

PM નરેન્દ્ર મોદીએ 11માં ખેલ મહાકુંભ (PM Modi In Khel Mahakumbh 2022)નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પોતાના ભાષણમાં ઓલિમ્પિક્સમાં ભારતને ખેલ મહાકુંભ કઈ રીતે લાભદાયી થશે અને ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ કઈ રીતે થઈ શકે તે સહિતની વાતો કરી હતી.

PM Modi In Khel Mahakumbh 2022: પીએમે વધાવ્યો ખેલાડીઓનો જુસ્સો, 55 લાખથી વધુ રજિસ્ટ્રેશન

author img

By

Published : Mar 12, 2022, 6:50 PM IST

Updated : Mar 12, 2022, 10:03 PM IST

અમદાવાદ: PM મોદીએ રાજ્યમાં 12 માર્ચના રોજ 11માં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો. કાર્યક્રમમાં PM મોદીની સાથે CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહપ્રધાન અને રમતગમતપ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભમાં રમતવીરોનો ઉત્સાહ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ઉદ્બોધન શરૂ કર્યું હતું.

એ દિવસ દૂર નથી જ્યારે અનેક રમતોમાં અનેક ગોલ્ડ એકસાથે જીતનારા દેશોમાં હિંદુસ્તાનનો તિરંગો પણ ફરકતો હશે.

PM મોદીનું સંબોધન- પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મેં જે સપનાનું બીજ રોપ્યું હતું એ આજે વટવૃક્ષ બની ગયું છે. આટલા વિશાળ વટવૃક્ષને આકાર લેતું જોઇ રહ્યો છું. પ્રથમ ખેલ મહાકુંભમાં જ ગુજરાતે 13 લાખ ખેલાડીઓ સાથે આરંભ કર્યો હતો. 2019માં આ ભાગેદારી 13 લાખથી 40 લાખ યુવાનો સુધી પહોંચી હતી તેવું ભૂપેન્દ્રભાઈએ મને કહ્યું હતું. કબડ્ડીથી સ્કેટિંગ સુધીની રમતોમાં આપણા યુવાનો આજે કમાલ કરી રહ્યા છે. આજે આ આંકડો 40 લાખ પાર કરીને 55 લાખે પહોંચ્યો છે.

13 લાખ યુવાનોથી 55 લાખ યુવાનોની ભાગેદારી સુધી પહોંચ્યો ખેલ મહાકુંભ.

ખેલ મહાકુંભમાંથી નીકળશે ઓલિમ્પિક્સની પ્રતિભાઓ-વધુમાં PMએ કહ્યું કે, શક્તિદુત જેવા કાર્યક્રમો દ્વારા ખેલ મહાકુંભના ખેલાડીઓને સહયોગ આપવાની જવાબદારી સરકાર ઉઠાવી રહી છે. આજે દુનિયામાં આપણા દેશના ખેલાડીઓ પરચમ લહેરાવી રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓ ગર્વ કરી રહ્યા છે. ખેલ મહાકુંભમાંથી નીકળેલા ખેલાડીઓ ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સમાં આજે પોતાનો જાદૂ વીખેરી રહ્યા છે. આવી જ પ્રતિભાઓ તમારા વચ્ચેથી પણ નીકળવાની છે.

ખેલ મહાકુંભમાંથી નીકળશે ઓલિમ્પિકની પ્રતિભાઓ.

રમતના મેદાનમાં ભારત તાકાત બનીને ઉભરી રહ્યું છે-એક સમય હતો જ્યારે ભારતની ઓળખ એક-બે રમત સુધી સીમિત હતી. આનું પરિણામ એ થયું કે જે રમત દેશની ઓળખ સાથે જોડાયેલી હતી એ પણ ભૂલી જવાઇ. આ કારણે સ્પોર્ટ્સ ઇન્સ્ફાસ્ટ્રક્ચર પર જેટલું ધ્યાન આપવું જોઇતુ હતું એ રોકાઈ ગયું હતું. જેમ રાજનીતિમાં ભાઈ-ભત્રીજાવાદ ઘૂસી ગયો છે, એ જ રીતે રમતગમતમાં પણ અનેક સમસ્યાઓ હતી. ખેલાડીઓની પ્રતિભા આમાંથી બહાર નહોતી નીકળી શકતી. આજે ખેલાડીઓ આકાશને સ્પર્શ કરી રહ્યા છે. ગોલ્ડ અને સિલ્વરના એવોર્ડ આજે ચમત્કારનો આભાસ કરાવી રહ્યા છે. રમતના મેદાનમાં પણ ભારત તાકાત બનીને ઉભરી રહ્યું છે.

રમતના મેદાનમાં પણ ભારત તાકાત બનીને ઉભરી રહ્યું છે.

અનેક ગોલ્ડ જીતનારા દેશોમાં હિંદુસ્તાનનો તિરંગો ફરકતો હશે- ટોક્યો ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકમાં આપણા ખેલાડીઓએ આ બદલાવને સાબિત કર્યો છે. સાથીઓ આ તો શરૂઆત છે. ન હિંદુસ્તાન રોકાશે, ન થાકશે. મને મારા દેશની યુવાશક્તિ પર ભરોસો છે. મને મારા દેશના યુવાનોના સપના, સંકલ્પ પર ભરોસો છે. આ કારણે હું લાખો યુવાનો સામે હિંમત સાથે કહી શકું છું કે, ભારતની યુવાશક્તિ આને ઘણું આગળ લઇને જશે. એ દિવસ દૂર નથી જ્યારે અનેક રમતોમાં અનેક ગોલ્ડ એકસાથે જીતનારા દેશોમાં હિંદુસ્તાનનો તિરંગો પણ ફરકતો હશે.

દેશના યુવાનોના સપના, સંકલ્પ પર ભરોસો.
દેશના યુવાનોના સપના, સંકલ્પ પર ભરોસો.

યુવાનોના સપનામાં ગુજરાત અને દેશનું ભવિષ્ય- તેમણે કહ્યું કે, યુક્રેનથી આવેલા યુવાનોએ કહ્યું કે દેશની આન-બાન-શાન શું છે એ અમે યુક્રેનમાં અનુભવ્યું. જ્યારે આપણા ખેલાડીઓ મેડલ પ્રાપ્ત કરીને પોડિયમ પર ઉભા રહેતા ત્યારે ભારતનું રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે આપણા ખેલાડીઓની આંખોમાંથી હર્ષના આસું આવતા હતાં. આ છે દેશભક્તિ. ભારત જેવા યુવા દેશને દિશા આપવામાં તમારા જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. આવનારી આવતીકાલને યુવાનો જ બનાવી શકે છે. આજે લાખો યુવાનો એક સાથે જોડાયા છે. પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે એક સાથે જોડાયા છે. હું તમારા સપનામાં જિલ્લાનું ભવિષ્ય અને ગુજરાત તેમજ દેશનું ભવિષ્ય જોઉં છું. એટલે જ આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લઇને વોકલ ફોર લોકલ જેવા તમામ અભિયાનોની જવાબદારી યુવાનોએ આગળ આવીને ઉપાડી છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લઇને વોકલ ફોર લોકલ જેવા તમામ અભિયાનોની જવાબદારી યુવાનોએ આગળ આવીને ઉપાડી.

દુનિયા ભારતને મોટી શક્તિ તરીકે જોઈ રહી છે- આપણા યુવાનોએ ભારતના સામર્થ્યને સાબિત કરીને બતાવ્યું છે. સ્પેસ પાવરથી ડિફેન્સ સુધી દરેક ફિલ્ડમાં ભારતનો દબદબો છે. દુનિયા ભારતને એક મોટી શક્તિના રૂપમાં જોઇ રહી છે. ભારતની આ શક્તિને સ્પોર્ટ્સ સ્પિરિટ, ખેલદીલી અનેકગણી વધારી શકે છે. આ જ તમારી સફળતાનો મંત્ર છે. એટલે જ હું કહું છું, જે રમે, એ ખીલે. સફળતા માટે ક્યારેય શોર્ટકટ ના શોધતા. સફળતાનો એક જ મંત્ર છે લોન્ગ ટર્મ પ્લાનિંગ. ના એક જીત આપણો અંતિમ પડાવ હોઈ શકે છે અને ના એક હાર. આપણા વેદોએ કહ્યું ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ. આજે દેશ પણ વગર ડર્યે, વગર થાકે અને વગર ઝૂકે આગળ વધી રહ્યો છે. આપણે સૌએ સતત પરિશ્રમથી આગળ વધવાનું છે.

દેશ વગર ડર્યે, વગર થાકે અને વગર ઝૂકે આગળ વધી રહ્યો છે.

આજે દેશમાં અદ્યતન ટ્રેનિંગ સુવિધાઓ- સ્પોર્ટ્સમાં જીતવા માટે 360 ડીગ્રી પરફોર્મ કરવાનું હોય છે. એક ટીમ તરીકે રમવાનું હોય છે. ક્રિકેટમાં કોઈ ટીમ બેટિંગ સારી કરે, પરંતુ ફીલ્ડિંગ ખરાબ કરે તો જીતી શકે છે શું? જીતવા માટે આખી ટીમે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ તમામ જગ્યાએ સારું રમવું પડશે. ભારતમાં પણ સ્પોર્ટ્સને દરેક જગ્યાએ પહોંચાડવા માટે એક ટીમ થવાની જરૂર છે. ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ આ પ્રયત્નનું એક ઉદાહરણ છે. પહેલા આપણી પ્રતિભાઓ દબાયેલી રહેતી હતી. પ્રતિભાઓ હોવા છતાં ટ્રેનિંગના અભાવે પાછળ રહેતા હતા. આજે સારામાં સારી ટ્રેનિંગ સુવિધાઓ આપવામાં આવી રહી છે. ખેલાડીઓને કોઈ સુવિધાની કમી ના રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. સ્પોર્ટ્સ બજેટ વધારવામાં આવ્યું છે. તમામ કોચને રિવોર્ડ્સ આપવામાં આવે છે જેમણે મેડલ જીતનારા ખેલાડીઓને ટ્રેનિંગ આપી હતી. આજે ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાંથી પ્રતિભાઓ બહાર આવી રહી છે જેનાથી દેશને ગર્વ થાય છે.

રમતગમતની દુનિયામાં ગુજરાતના ખેલાડીઓ દેશનું નામ રોશન કરશે.

સ્પોર્ટ્સથી પણ કેરિયર બનાવી શકાય છે- પહેલા રમતને આપણા ત્યાં સહજ સ્વીકૃતિ નહોતી. આ મુશ્કેલી આપણા દેશના મોટામોટા ખેલાડીઓ જોઇ છે. આપણા ખેલાડીઓની સફળતા હવે આપણા સમાજની વિચારધારા બદલી રહી છે. સ્પોર્ટ્સમાં પણ યુવા કેરિયર બનાવી શકે છે. સ્પોર્ટ્સથી જોડાયેલું એક મોટું કેરિયર છે. રમતની સાથે સાથે ટ્રેનર, ડાયટિશિયન વગેરેમાં પણ કેરિયર તરીકે જોઇને યુવાઓ આગળ વધે. 2018માં મણિપુરમાં દેશની પહેલી નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી. યુપીમાં પણ મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી બની રહી છે. IIM રોહતકે સ્પોર્ટ્સમાં પીજી ડિપ્લોમાં ચાલુ કર્યો છે.

ખેલ મહાકુંભમાં બીચ સ્પોર્ટ્સ- આપણી પાસે લાંબો દરિયો છે. હવે આપણે આ દરિયાઈ વિસ્તારો માટે પણ રમત માટે આગળ આવવું જોઇએ. આપણી પાસે આટલા સુંદર બીચ છે. ખેલ મહાકુંભમાં બીચ સ્પોર્ટ્સ વિશે પણ વિચારવું જોઇએ. તમે રમશો, ફિટ રહેશો, સ્વસ્થ રહેશો તો દેશના વિકાસમાં વેલ્યૂ એડિશન કરતા થઈ જશો. મને વિશ્વાસ છે કે તમે પોતપોતાના ક્ષેત્રમાં ચમકશો અને નવા ભારતના સપનાઓને સાકાર કરશો. હું યુવાનોના પરિવારને પણ કહેવા માગું છું. જો તમારા સંતાનમાં દીકરો હોય કે દીકરી, જો તેને રમતગમતમાં રસ હોય તો તેને શોધીને સપોર્ટ કરો. ગામમાં જ્યારે ખેલ મહાકુંભનો કાર્યક્રમ ચાલતો હોય તો આખું ગામ ભેગું થાય. પ્રોત્સાહન આપવાથી ખેલાડીઓનો જુસ્સો વધે છે. રમતગમતની દુનિયામાં ગુજરાતના ખેલાડીઓ દેશનું નામ રોશન કરશે.

PM મોદીએ કરાવી હતી ખેલ મહાકુંભની શરૂઆત -રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત (Start of Khel Mahakumbh) કરવામાં આવી હતી. અમદાવાદમાં ખેલ મહાકુંભ (Khel Mahakumb Ahmedabad)ની શરૂઆત પણ PM મોદી દ્વારા કરી છે. આમ રાજ્યના યુવાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય (Sports In Gujarat) તે માટે આ ખેલ મહાકુંભ 2022 ખૂબ અગત્યનો રહેશે.

55 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું-રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ 6 માર્ચ સુધીમાં ફક્ત 23 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન (registration for khel mahakumbh) કરાવ્યું હતું. પરંતુ PM મોદી ખેલ મહાકુંભની શરૂઆત કરવાની સત્તાવાર જાહેર થવાની સાથે જ કુલ 41 લાખ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશનની સાઇટ પણ વધુ ટ્રાફિકના કારણે ધીમી પડી હતી. જોકે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનો સત્તાવાર આંકડો પીએમે પણ જાહેર કર્યો છે.

55 લાખ કરતા વધુ સ્પર્ધકો ભાગ લેશે-અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ (PM Modi Gujarat Visit 2022)માં પીએમ તેઓ ગુજરાતમાં વિખ્યાત ખેલ મહાકુંભના (Khel Mahakumbh 2022) 11માં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે આપને જણાવીએ કે ખેલ મહાકુંભની શરૂઆત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે જ થઈ હતી. આ વખતના ખેલ મહાકુંભમાં 55 લાખ કરતા વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. ત્યારબાદ રાત્રે 08 કલાકે વડાપ્રધાન સ્ટેડિયમથી અમદાવાદ એરપોર્ટ રવાના થશે અને એરપોર્ટથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી પરત ફરશે.

Last Updated : Mar 12, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.