અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) આજે ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. જ્યાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport)થી બહાર નીકળ્યા તે સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (CM Bhupendra Patel With PM Modi)ની ગાડીમાં જોવા મળતા અનેક તર્કવિતર્કો શરૂ થયાં છે.
રાજકીય ગલીઓમાં અનેક ચર્ચાઓ- અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું વિમાન (pm modi plane at ahmedabad airport) લેન્ડ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ PM મોદી પોતાની કારમાં બેસી જ્યારે એરપોર્ટથી બહાર નીકળ્યા તે સમયે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ PMની ગાડીમાં જોવા મળ્યા હતા. ગુજરાતમાં વિધાનસભા 2022 (Gujarat Assembly Election 2022) ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે PM મોદીની ગાડીમાં ભૂપેન્દ્ર પટેલ જોવા મળતા રાજકીય ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
2022ની વિધાનસભા ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં લડશે BJP- એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સતત બીજી વખત PM મોદીની ગાડીમાં CM ભૂપેન્દ્ર પટેલ જોવા મળતા મોદીના આશીર્વાદ ભૂપેન્દ્ર પટેલ પર રહેલા હોય તેવું સ્પષ્ટ છે. અગાઉ જ્યારે PM મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ સતત PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને પોતાની સાથે રાખ્યા હતા. બીજી તરફ થોડા દિવસો અગાઉ પણ PM મોદીએ જાહેરમાં CM ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. PM અને ગુજરાત CM વચ્ચેનો આ તાલમેલ જોતા લાગી રહ્યું છે કે, ભાજપ (BJP In Gujarat) આગામી વિધાનસભા 2022 ચૂંટણી CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં લડશે.