ETV Bharat / city

PM Modi Gujarat Visit : આજના દિવસે માતૃ વંદના કેટલી ફળદાયી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખાસ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે, તે અગાઉ વડાપ્રધાન મોદીએ માતૃશક્તિની વંદના (PM Modi Matru Vandana) પર ભાર આપ્યો હતો. અને આજના સંબોધનમાં પણ મહિલાઓની વાત વધુ કરી હતી. પીએમ મોદીના આજના ગુજરાત પ્રવાસમાં (PM Modi Gujarat Visit) માતૃ વંદના કેટલી ફળદાયી? ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ...

PM Modi GujaratPM Modi Gujarat Visit  Visit : આજના દિવસે માતૃ વંદના કેટલી ફળદાયી?
PM Modi GujaraPM Modi Gujarat Visit t Visit : આજના દિવસે માતૃ વંદના કેટલી ફળદાયી?
author img

By

Published : Jun 18, 2022, 8:16 PM IST

Updated : Jun 18, 2022, 9:46 PM IST

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આજે 18 જૂન, 2022ના રોજ 100મો જન્મદિવસ હતો. તે નિમિત્તે વડાપ્રધાન દિલ્હીથી હીરાબાને 100માં જન્મદિવસની શુભેચ્છા આપવા આગલા દિવસે ગાંધીનગર (PM Modi Gujarat Visit) આવી ગયા હતાં. આ દિવસ મોદી પરિવાર માટે ખૂબ મોટો ગણાય. હીરાબાના 100માં જન્મદિવસ નિમિત્તે જગન્નાથ મંદિરમાં ભંડારો યોજાયો હતો અને સાંજે વડનગરમાં અનુરાધા પૌંડવાલની સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે.

વડોદરામાં મહિલાઓને અભિભૂત કરવામાં સફળ રહ્યાં મોદી

માતાના આશીર્વાદ -વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે પોણા સાત વાગે ગાંધીનગર પાસે આવેલા રાયસણ સ્થિત બંગલે (PM Modi Gujarat Visit)ગયા હતાં કે જ્યાં પંકજભાઈ મોદીની સાથે હીરાબા રહે છે. હીરાબાના પગ (PM Modi Matru Vandana)પખાળ્યાં, પગ પખાળેલું પાણી આંખે ચડાવ્યું અને પછી ગુલાબનો હાર પહેરાવ્યો, શાલ ઓઢાડી અને પછી ઘરમાં જ કુળદેવી-દેવતા મંદિરમાં જઈને સાથે પૂજા- આરતી કરી હતી. વડાપ્રધાન મોદી હીરાબાને પગે લાગ્યા અને મ્હોં મીઠુ કરીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. હીરાબા ખુરશીમાં બેઠા હતાં, ત્યારે હીરાબા પાસે નીચે પાટલા પર બેસીને વાતો કરી હતી. ત્યારે તેઓ વડાપ્રધાન નહી પણ એક મા દીકરા જોડે કેવી રીતે વાત કરે તેવી રીતે વાતો કરી હતી. તબિયતના ખબરઅંતર પૂછ્યાં હતાં.

માતા હીરાબાના આશીર્વાદ લેતાં પીએમ મોદી
માતા હીરાબાના આશીર્વાદ લેતાં પીએમ મોદી

મહાકાળી માની પૂજા, આરતી અને ધ્વજા આરોહણ - ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ મહાકાળી મંદિરમાં ગયા (PM Modi Pavagadh Darshan ) હતાં. જ્યાં મહાકાળી મંદિરનું નવીનીકરણ કરાયું છે. 500 વર્ષ પહેલા મહંમદ બેગડાએ આ મંદિરની ધ્વજા અને મંદિરના શિખરને ધ્વસ્ત કર્યું હતું. ત્યારથી મંદિરને શિખર નહી હોવાથી ધજા ચડાવાતી ન હતી. આજે સદીઓ પછી પીએમ મોદીએ શિખરબંધ મંદિર પર(PM Modi Matru Vandana) ધ્વજા ચઢાવીને મહાકાળી માતાની (PM Modi Gujarat Visit)આરાધના કરી હતી.

સદીઓ બાદ પાવાગઢ મંદિરે ઘ્વજારોહણ કરાવ્યું

પાવાગઢમાં શક્તિ આરાધના કરી -પાવાગઢમાં પીએમ મોદીએ શક્તિની આરાધના (PM Modi Matru Vandana)અંગે વાતો કરી હતી અને પંચમહાલના વિકાસ અને ચાંપાનેરના સાંસ્કૃતિક ધરોહરના વખાણ કર્યા હતાં. હવે પાવાગઢમાં યાત્રિકોની સુવિધામાં વધારો કરાયો છે અને હજી વધુ વધારો કરાશે. હવે પાવાગઢ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યાત્રાધામ બનશે. વધુ યાત્રિકો માના દર્શન કરવા આવશે. ટુરિઝમ સેકટરના ગ્રોથની સાથે પંચમહાલ વિસ્તારનો વિકાસ થશે. પીએમ મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં માતાજીના આર્શીવાદ રહ્યાં છે. ઉત્તરમાં અંબાજી મા, મધ્યમાં મહાકાળી મા, કચ્છમાં આશાપુરા મા, સૌરાષ્ટ્રમાં ખોડિયાર મા, ચોટિલામાં ચાંમુડા મા ગુજરાતની રક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : વડોદરામાં ભાવુક થયા PM મોદી, કહ્યું- આજે હું તેમને મળ્યો, જે મને રોટલી આપતા હતા

વડોદરામાં માતૃ શક્તિ વંદના યોજનાની જાહેરાત -વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા (PM Modi Gujarat Visit) આવ્યાં ત્યાં માતૃ શક્તિ વંદના યોજનાની (Matru Shakti Vandana Yojna) જાહેરાત કરી હતી અને મહિલાઓની જાહેરસભાને સંબોધી હતી. ત્યારે પીએમ મોદીએ બે હાથ જોડીને તમામ મહિલાઓને વંદન કર્યા હતાં. આ મારી માતાઓ અને બહેનાના આશીર્વાદથી જ હું દિલ્હીમાં ગયો છું.

સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં સંબોધનમાં (PM Modi Vadodara Visit) જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. કારણ કે, સૌપ્રથમ સવારે જન્મદાત્રી માતાના આશીર્વાદ લીધા. ત્યારબાદ પાવાગઢમાં મહાકાળી માતાજીના આશીર્વાદ લીધા હતા અને હવે માતૃશક્તિના વિરાટરૂપના દર્શન કરીને આ વિરાટ માતૃશક્તિના દર્શન(PM Modi Matru Vandana) કર્યા તેમના આશીર્વાદ લીધા છે. મેં મહાકાળી માતા પાસે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ વડોદરાની વાનગીને યાદ કરીને વડાપ્રધાન મોદીએ આ વિસ્તારના સ્મરણ વાગોળ્યા, જુઓ શું કહ્યું

ચૂંટણીમાં માતૃ શક્તિ આરાધના ફાયદો કરાવશે -આમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે માતૃ વંદનાનો (PM Modi Matru Vandana)જ દિવસ રહ્યો હતો. અને તેમાંય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આવી રહી છે, ત્યારે મહિલાઓને આકર્ષવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ રહ્યો છે. મહિલાઓ વધુ સંવેદનશીલ હોય છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત સાંભળીને (PM Modi Vadodara Jan sabha) ગદગદ્ થઈ ગઈ હતી. શાસ્ત્રીપોળ, પંચમુખી હનુમાન, કાશી વિશ્વનાથ મહાદેવ, રાવપુરા વગેરે વિસ્તારોને યાદ કરીને કહ્યું હતું જૂની યાદો તાજી થઈ ગઈ છે. તેમણે વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી યાદ કરી અને વડોદરાની બહેનોની બિલકુલ નજીક હોવાનો નાતો જોડ્યો હતો. પીએમ મોદી મહિલાઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. આગામી ચૂંટણીમાં મોદીના આજના પ્રવાસથી ભાજપ માટે વીન વીન સિચ્યુએશનનું નિર્માણ થયું છે, તે નક્કી છે. વડોદરામાં વિધાનસભાની 10 બેઠકો અને પંચમહાલમાં 5 બેઠકો આવે છે, એટલે આજના મોદીના પ્રવાસથી 15 બેઠકો પર પ્રભાવ પાડી શકાયો છે.

મહિલાઓ મોદી પર ઓળઘોળ થઈ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે કે કોને ક્યાં ઈમોશનમાં લઈ જવા (PM Modi Matru Vandana) અને પછી તે વિસ્તારના મતને ભાજપમાં કન્વર્ટ કરવા. જો કે તેઓ એવા કામ પણ કરી રહ્યા છે, તે કામની યાદીઓ રજૂ કરી પ્રજા સમક્ષ માર્કેટિંગ કરી રહ્યા છે. જેનું સફળ પરિણામ ચૂંટણીમાં જોવા મળે છે. આજે તો વડોદરા સહિત આખુંય ગુજરાત (PM Modi Gujarat Visit) મોદી પર ઓળઘોળ થઈ ગયું છે.

Last Updated : Jun 18, 2022, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.