ETV Bharat / city

Pm modi Ahmedabad GMDC : પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના તમામ સરપંચોને આપ્યાં મહામંત્રો - મારું ગામ મારું ગૌરવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 11 અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે છે.સવારે રોડ શો અને બપોરે કમલમ બેઠકનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ (Pm modi Ahmedabad GMDC) ખાતે ગુજરાત મહાપંચાયત સંમેલનમાં હાજરી આપી રહ્યાં છે.

Pm modi Ahmedabad GMDC : દોઢ લાખ પંચાયત સભ્યોને મોદી આપશે માર્ગદર્શન

author img

By

Published : Mar 11, 2022, 5:23 PM IST

Updated : Mar 11, 2022, 8:25 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 11 અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે છે. સવારે રોડ શો અને બપોરે કમલમ બેઠકનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે (Maru Gaam Maru Gaurav ) ગુજરાત મહાપંચાયત સંમેલનમાં હાજરી આપી રહ્યાં છે.

વડાપ્રધાનનું શાનદાર સ્વાગત
વડાપ્રધાનનું શાનદાર સ્વાગત

પીએમના સંબોધનના અંશ

વડાપ્રધાને સૌને નમસ્કાર કરવા અને અભિનંદન આપવા સાથે (PM Modi at Gmdc Panchatay Sammelan) પોતાના ભાષણની હિન્દીમાં શરુઆત કરી હતી. તેમણે શરુઆતે જ ગાંધીજી અને સરદારને યાદ કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને યાદ કરી સૌને સ્વપ્નો સાકાર કરવાની અપીલ કરી છે.

કોરોનાનો ઉલ્લેખ કરતાં ગુજરાતના ગામડાંના લોકોની તાકાતનો પરિચય કરાવતાં કહ્યું કે કોરોના ગુજરાતના ગામડાઓ સુધી પહોંચતાં પહોંચતાં હાંફી ગયો છે. ગામડાના લોકોએ જે રીતે કોરોનાને લડત આપી છે તેની પ્રશંસા કરી હતી.

બહેનોના મતાધિકાર ઉપયોગ વિશે અભિનંદન આપ્યાં

વડાપ્રધાને (PM Modi Gujarat Visit) હાલમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં મતદાનમાં બહેનોની વિશાળ મતાધિકાર ઉપયોગની વાતને વણી લીધી હતી. તેમણે કહ્યું કે ગામડામાં લોકશાહીની ઊંચાઇ એવી જોઇએ કે સહમતિ અને એકતાથી કામ થવું જોઇએ.

સીએમ તરીકેની ટર્મનો પ્રસંગ યાદ કર્યો

વડાપ્રધાન મોદીએ તેમની સીએમ તરીકેની પહેલી ટર્મને યાદ કરતાં કહ્યું કે પંચાયતમાં જોડાયેલી ગામડાની બહેનોએ તેમનો સમય માગ્યો હતો. બહેનોને તેઓ મળ્યાં સરપંચમાં બહેન છે તો બધા સભ્યો પણ બહેનો રાખીએ. અને તેમને વિચાર આવ્યો આખી ગ્રામ પંચાયતમાં પુરુષ સભ્યો પદ જતું કરે. 5મું ભણેલી સરપંચ બહેનેએ જણાવ્યું કે તેમના ગામમાં કોઇ ગરીબ ન રહે. આ જવાબ પીએમ તરીકેના કાર્યકાળમાં પણ યાદ રહ્યો છે અને કામમાં આવી રહ્યો છે. પીએમે કહ્યું કે આ સંકલ્પ તમામ સભ્યોના મનમાં પેદા થાય કે કોઇ ગરીબ ન રહે તે માટે કામ કરવામાં આવે.

ગામડાંના લોકો પાસે અમૃતવનનું વચન માગ્યું

આજે હું આવ્યો (PM Modi Gujarat Visit)છું તો તમારી પાસે કંઇક માગું તો આપશો તેમ પૂછીને પીએમે સરપંચોની સહમતિ લીધી હતી. બાદમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના ખૂણે ખૂણેથી તમામ લોકો અહીં બેઠાં છે તે સૌ સંકલ્પ કરે કે તેઓ ગામડાના લોકોના માટે કામ કરે. શાળા માટે બધાં ભેગા થઇ સફાઈ સહિતના માટેના કામ કરવા સંકલ્પ કરો. 23 ઓગસ્ટ સુધી અમૃત મહોત્સવમાં કમસેકમ 75 વખત પ્રભાતફેરી ફેરવે અને પ્રતિજ્ઞા લઇએ અને બાળકોને આઝાદીની લડતના મહાન વીરોની વાતો બાળકોને કહીએ.

75 ઝાડ વાવી અમૃતવનની યાદ ઊભી કરો

ગામ આખું નક્કી કરીએ કે ગામની એક જગ્યા નક્કી કરી 75 ઝાડ વાવીએ તેવું આયોજન કરીએ. વડીલો ત્યાં બેસે બાળકો રમે એવા ઝાડ ઉગાડવાની જવાબદારી ઉઠાવી લઇએ. સરસ લાઈનબંધ 75 ઝાડનું આ વન પરદેશી પણ ઓળખી જાય કે આ75માં વર્ષનું બનાવાયેલું આ વન છે.

સંમેલનમાં ઉપસ્થિત પંચાયત સભ્યો
સંમેલનમાં ઉપસ્થિત પંચાયત સભ્યો

પ્રાકૃતિક ખેતી અપનાવવા ગામલોકો આગળ આવે

તેમણે ખેડૂતોને પ્રાકૃતિર ખેતી કરવા માટે પણ ગામદીઠ 75 ખેડૂતો આવી ખેતી અપનાવે તેવી અપીલ કરી હતી. પીએમે રાસાયણિક ખાતરોથી થતી જમીનને થતાં નુકસાનો વિશે જણાવી ધરતીમાતાને પીડામાંથી મુક્ત કરવાની અપીલ કરી હતી.

ચોમાસામાં ગામેગામ 75 ખેતતલાવડી બનાવો

તેમણે પાણીના ઉપયોગ બાબતે પણ જાગૃત થવા અપીલ કરી હતી. વરસાદી પાણી રોકવા માટે, જમીનના તળ ઊંચા આવે તો કેટલો ફાયદો થાય તે સમજાવ્યું. સો દિવસમાં એક લાખ ખેતતળાવડી બનાવવાના અભિયાનને યાદ અપાવતાં આગામી ચોમાસા માટે આ વર્ષે પણ નાનકડી ખેતતલાવડી બનાવી પાણી ભેગું કરવાની સમજ આપી ગ્રામીણોની સહમતિ માગી હતી. ગામમાં 75 ખેતતલાવડી બનાવવાનું લોકો પાસે વચન માગ્યું હતું.

પશુઓના રસીકરણ માટે આહવાન

પીએમે ગામજનો અને ખાસ કરીને પશુ આરોગ્ય સુધારવા બહેનોની સહમતિ માગી હતી. સરકારની યોજનાઓનો લાભ લઇ પશુઓને ખરપગાના રોગથી બચાવવા અપીલ કરી.

ગામડાઓમાં સરકારની યોજનાઓ અને સુવિધાઓનો લાભ ઉઠાવવા અપીલ

પીએમે એલઇડી લાઇટોનો ઉપયોગ વધારી વીજળીખર્ચમાં ઘટાડો કરી ખિસ્સા ખર્ચમાં ઘટાડો કરી બચત વધારવાનો રસ્તો બતાવ્યો હતો. પીએમે મહિનામાં એકવાર ગામડાંનો જન્મદિવસ ઉજવવાની વાત કરી ગામના વિકાસ માટે સૌ ભેગાં મળી જાણકારો પાસે કઇ રીતે વધુ સારું કામ કરી શકાય તેની અપીલ કરી હતી. ગામમાં તોરણ બાંધવાની પ્રથાનું મહત્ત્વ સમજાવી તેમણે આ પ્રથા અપનાવી સૌને ભેગા કરી ગામના વિકાસને વેગ આપવા અપીલ કરી.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit 2022: 10 કિમીના રોડ શૉ દરમિયાન PM મોદી જોવા મળ્યા ખુશખુશાલ

આધુનિક ટેકનોલોજી વિશે જાગૃતિની અપીલ

પીએમે ગ્રામીણોને ઓપ્ટિકલ ફાઇબર સહિતની આધુનિક ટેકનોલોજી જે સરકાર ગામેગામ પહોંચાડી રહી છે તેના વિશે જાણી સુવિધાઓ વિકસાવવા અપીલ કરી. તેમણે ગામડાંઓમાં સરકાર સુધી પહોંચવાના હાઈવે તરીકે કોમન સિવિક સેન્ટરનો ઉલ્લેખ કર્યો હતો. ગામડાના લોકોને પૈસા બચાવવા ગામને આગળ લઇ જવા તેનો ઉપયોગ કરવાની જાગૃતિ કેળવવા અપીલ કરી, તમામ સરપંચોને પોતાના કાર્યકાળમાં ગામની શાળાની સુવિધાઓમાં બાળકોના શિક્ષણ માટે વિકાસ કરવા અપીલ કરી.

એસપી એટલે કે સરપંચ પતિનું નહીં- સરપંચ બહેનનું જ કાર્ય

પીએમે હરિયાણામાં વર્ષો પહેલાં કરેલી મીટિંગ યાદ કરાવી પોતાનો પરિચય આપવાની ઘટના યાદ કરી હતી. એસપી-સરપંચ પતિની ઘટના- સરપંચ બહેનોના પતિ ગુજરાતમાં વહીવટ નથી થવા દેવાનો. જે બહેનો સરપંચ છે તે જ પોતાનું કામ કરે બહેનોની ક્ષમતાને વધાવતાં તેમણે ગુજરાતની દીકરીઓ નામ રોશન કરી રહી છે તે યાદ કરાવી પીએમે અપીલ કરી કે ગામડાઓમાં દીકરીઓની વધુ ચિંતા થવી જોઇએ. આ મારું ગામ છે મારા ગામમાં આ થવું જોઇએ તેવો ભાવ જાગે તો બધું જ શક્ય છે.

પીએમે આણંદના અજયપુરામાં લાલબહાદુર શાસ્ત્રી રોકાયાં હતાં તે યાદ કર્યું હતું જેનો પ્રતિસાદ ત્યાંથી ઉપસ્થિત લોકોએ આપ્યો.

નવો યુગ શરુ થયો છેઃ પીએમ

પીએમે કહ્યું કે નવો યુગ શરુ થયો છે તેમાં ગુજરાતના ગામડાંની લોકતંત્રની શક્તિનો ભરપુર ઉપયોગ કરે. પીએમે ગઇકાલના પરિણામોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યાં એકની એક સરકાર બનતી ન હતી ત્યાં પણ ફરી સત્તામાં આવ્યાં છે. પંચાયતરાજ (Panchayati Raj in Gujarat ) વ્યવસ્થામાં ગુજરાતની સૂઝબૂઝ અને આગવી શક્તિનો આપણે લાભ લઇએ. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં પંચાયતીરાજનો કાર્યક્રમ તો થવાનો છે (PM Modi Gujarat Visit)જ. વડાપ્રધાને અંતમાં સૌનો આભાર માની હાલમાં પણ પંચાયતરાજ અને લોકતંત્રના વિશ્વાસ વ્યક્ત કરી પીએમે ભારત માતાની જયનો નારો બોલાવી વધાવી લીધો હતો.

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના તમામ સરપંચો સભ્યો હાજર

ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના તમામ સરપંચો સભ્યો હાજર (Pm modi Ahmedabad GMDC ) રહ્યાં છે અને લગભગ 1.50 લાખથી વધુ લોકો હાજર રહેે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પંચાયત મહાસંમેલન (Panchayat Maha Sammelan 2022) આપણું ગામ, આપણું ગૌરવએ (Maru Gaam Maru Gaurav ) નેજા હેઠળ આ કાર્યક્રમ (PM Modi Gujarat Visit) યોજ્યો છે. ત્યારે આ કાર્યક્રમના સ્થળ ઉપર ગામડાંઓમાંથી લવાયેલાં દોઢ લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.

એસટી બસો દ્વારા તમામને જીએમડીસી લાવવાની વ્યવસ્થા

ગુજરાતના દરેક જિલ્લામાંથી પંચાયતના દરેક સભ્યો આવશે. તેમને કલર કોડ આપી દેવામાં આવ્યા છે અને તે સૌ કોઈને અહીંયા લાવવા સુધીની અને બેસાડવા સુધીની વ્યવસ્થા કરી છે. ગુજરાતભરમાંથી 2,000 જેટલી ST બસો (ST Department Gujarat) ભાડે કરવામાં આવી છે

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અમદાવાદમાં - શાહ પણ આવશે, સંયોગ કે આયોજન?

Last Updated : Mar 11, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.