ETV Bharat / city

PM Modi Advice: CVC અને CBI અધિકારીઓ ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા પોતાને પુન:સમર્પિત કરે

ગુજરાતના નર્મદામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયા ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(CVC) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)ની સંયુકત પરિષદ યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વીડિયો દ્વારા સંદેશ પાઠવ્યો હતો. તેમણે અધિકારીઓને ભ્રષ્ટાચાર નિર્મૂલનને (Zero tolerance to corruption) લઇને શીખ આપી હતી.

PM Modi Advice: CVC અને CBI અધિકારીઓ ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા પોતાને પુન:સમર્પિત કરે
PM Modi Advice: CVC અને CBI અધિકારીઓ ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા પોતાને પુન:સમર્પિત કરે
author img

By

Published : Oct 20, 2021, 8:27 PM IST

  • સીવીસી અને સીબીઆઈની પરિષદને વડાપ્રધાનનો સંદેશ
  • ભ્રષ્ટાચાર વ્યવસ્થાનો ભાગ છે, તેને નૂતન ભારત નહીં સ્વીકારે
  • દેશવાસીઓને છેતરનારાને સલામત સ્વર્ગ ન મળેઃ મોદી

અમદાવાદ/નર્મદા- વડાપ્રધાન મોદી (PM Modi) એ જણાવ્યું હતું કે સીવીસી (CVC) અને સીબીઆઈની (CBI) પરિષદની ચર્ચાવિચારણા કેવડિયામાં થઈ રહી છે. એક એવું સ્થળ જ્યાં સરદાર પટેલની હાજરી છે, જેમણે શાસન વ્યવસ્થાને ભારતની પ્રગતિ, લોકોની ચિંતાઓ અને લોક કલ્યાણનો આધાર બનાવવાને સર્વોચ્ચ અગ્રતા આપી હતી. “આજે, ભારત જ્યારે અમૃત કાળમાં, એનાં ભવ્ય લક્ષ્યો હાંસલ કરવા માટે આગળ વધી રહ્યું છે. આજે જ્યારે આપણે લોકો તરફી અને પ્રોએક્ટિવ શાસન વ્યવસ્થાને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ, ત્યારે આપની કાર્યલક્ષી ઉદ્યમશીલતા સરદાર સાહેબના આદર્શોને મજબૂતી આપશે’ એમ વડાપ્રધાને પરિષદમાં કહ્યું હતું.

ભ્રષ્ટાચાર લોકોનો અધિકાર છીનવે છે

PM Modi એ સીબીઆઇ (CBI) અને સીવીસીના (CVC) અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે રાષ્ટ્રીય જીવનના તમામ વર્ગોમાંથી ભ્રષ્ટાચારને (Corruption) નિર્મૂળ કરવા તેઓ પોતાને પુન:સમર્પિત કરે. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર લોકોનો અધિકાર છીનવે છે અને તમામને ન્યાય માટે અવરોધરુપ બને છે, દેશની પ્રગતિમાં બાધારૂપ બને છે અને દેશની સામૂહિક શક્તિને અસર કરે છે.

સરકારે આત્મવિશ્વાસ કાયમ કર્યો છે

વડાપ્રધાન (PM Modi) એભાર મૂક્યો હતો કે છેલ્લાં 6-7 વર્ષોમાં, સરકાર એ આત્મવિશ્વાસ કાયમ કરવામાં સફળ રહી છે કે ભ્રષ્ટાચારને (Corruption) નાથવો શક્ય છે. તેમણે કહ્યું હતું કે એવો વિશ્વાસ છે કે લોકો સરકારની યોજનાઓનો લાભ વચેટિયાઓ અને લાંચ વિના લઈ શકે છે. હવે લોકો અનુભવે છે કે, ભ્રષ્ટ, ગમે એટલો તાકાતવર કેમ ન હોય, એ ગમે ત્યાં જાય, એને છોડાશે નહીં. અગાઉ, સરકાર અને વ્યવસ્થાઓ જે રીતે ચાલતી હતી, તેમાં રાજકીય ઇચ્છાશક્તિ અને વહીવટી ઇચ્છાશક્તિ બેઉનો અભાવ હતો. આજે, ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાની રાજકીય ઇચ્છાશક્તિ છે અને વહીવટી સ્તરે પણ સતત સુધારા થઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

વ્યવસ્થા પારદર્શી, પ્રક્રિયા કાર્યદક્ષ અને શાસન સરળ

બદલાયેલા ભારતની વાતો કરતાં મોદીએ (PM Modi) ધ્યાન દોર્યું હતું કે આજે, 21મી સદીનું ભારત, આધુનિક વિચારધારાની સાથે માનવજાતના લાભ માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકે છે. નૂતન ભારત નવીન ફેરફારો કરે છે, પહેલ કરે છે અને અમલી કરે છે. નવું ભારત એ સ્વીકારવા હવે તૈયાર નથી કે ભ્રષ્ટાચાર (Corruption) વ્યવસ્થાનો ભાગ છે. એ એની વ્યવસ્થા પારદર્શી, પ્રક્રિયા કાર્યદક્ષ અને શાસન સરળ ઇચ્છે છે.

ટેકનોલોજીના ઉપયોગ વધ્યો છે

મહત્તમ અંકુશ અને મહત્તમ નુક્સાનથી ઓછામાં ઓછી સરકાર અને મહત્તમ દોરવણી સુધીની સરકારની સફર વર્ણવતા વડાપ્રધાને (PM Modi) સમજાવ્યું કે સરકારે કેવી રીતે સરકારી પ્રક્રિયાઓ સરળ બનાવીને સામાન્ય લોકોનાં જીવનમાં સરકારી હસ્તક્ષેપને ઘટાડવાનું કાર્ય જીવનમંત્રના ધોરણે હાથ ધર્યું હતું. નાગરિકોને સશક્ત કરવા માટે સરકાર કેવી રીતે વિશ્વાસ અને ટેકનોલોજી પર ભાર મૂકે છે. તેમણે કહ્યું હતું કે આ સરકાર એના નાગરિકો પર અવિશ્વાસ મૂકતી નથી અને એટલે જ, દસ્તાવેજોની ચકાસણીના ઘણાં સ્તરો દૂર કરાયાં છે અને જન્મ પ્રમાણપત્ર, પેન્શન માટે જીવન પ્રમાણપત્ર જેવી ઘણી સુવિધાઓ વચેટિયાઓ વિના ટેકનોલોજી મારફત આપવામાં આવે છે. ગ્રૂપ સી અને ગ્રૂપ ડી ભરતીઓમાં ઇન્ટરવ્યૂ નાબૂદ કરવા જેવાં પગલાં, ગેસ સિલિન્ડર બુકિંગથી લઈને ટેક્સ ફાઇલિંગ સહિતની સેવાઓમાં ઓનલાઇન અને ફેસલેસ પ્રક્રિયાઓ ભ્રષ્ટાચાર (Corruption) માટેની તકને ઘટાડે છે.

અધિકારીઓમાં દેશનો વિશ્વાસ નિર્ણાયક છે

PM Modi એ કહ્યું હતું કે મોટા ભાગની પરવાનગીઓ અને અનુપાલનોને ફેસલેસ બનાવાયા છે અને સેલ્ફ એસેસમેન્ટ અને સેલ્ફ ડેક્લેરેશન જેવી પ્રક્રિયાઓને ઉત્તેજન અપાઇ રહ્યું છે. સરકારના ઈ-માર્કેટ પ્લેસ જીઈએમે ઈ-ટેન્ડરિંગમાં પારદર્શિતા આણી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ તપાસને સરળ બનાવી રહ્યા છે. એવી જ રીતે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન નિર્ણય લેવા સંબંધી ઘણી મુશ્કેલીઓ દૂર કરશે. તેમણે ભાર મૂક્યો હતો કે વિશ્વાસ અને ટેકનોલોજીની આ કૂચમાં, સીવીસી (CVC) અને સીબીઆઇની (CBI) સંસ્થાઓમાં અને અધિકારીઓમાં દેશનો વિશ્વાસ નિર્ણાયક છે.

દેશના સંસાધનોની બચત થશે

વડાપ્રધાને (PM Modi) ‘અટકાયતી તકેદારી’પર એમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સાવધપણાં સાથે અટકાયતી તકેદારીને હાંસલ કરી શકાય છે અને ટેકનોલોજી અને અનુભવ દ્વારા એને મજબૂત કરી શકાય છે. ટેકનોલોજી અને સાવધપણા સાથે, પ્રક્રિયાઓમાં સરળતા, સ્પષ્ટતા અને પારદર્શિતા અટકાયતી તકેદારી માટે લાંબા ગાળે ઘણાં મદદરૂપ થશે. આનાથી આપણું કાર્ય સરળ થશે અને દેશના સંસાધનોની બચત થશે.

સાયબર છેતરપિંડીઓ બાબતે ચર્ચાવિચારણા કરવા અનુરોધ

PM Modi એ અધિકારીઓને ભારપૂર્વક શિખામણ આપી કે ભ્રષ્ટાચારી (Corrupt officer) સામે પગલાં લેવામાં પાછી પાની કરવી નહીં અને સુનિશ્ચિત કરવું કે દેશ અને દેશવાસીઓને છેતરનાર કોઇને માટે પણ સલામત સ્વર્ગ ન મળે. તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ ગરીબમાં ગરીબના મનમાંથી વ્યવસ્થાની દહેશતને દૂર કરે. તેમણે ટેકનોલોજિકલ પડકારો અને સાયબર છેતરપિંડીઓ બાબતે પણ ચર્ચાવિચારણા કરવા અનુરોધ કર્યો હતો.

નૂતન ભારતની નીતિને વધુ મજબૂત બનાવવાની જરૂર છે

કાયદાઓ અને પ્રક્રિયાઓના સરળીકરણ માટે સ્વતંત્રતા દિવસે એમણે કરેલા આહવાન યાદ અપાવતા, PM Modi એ સીવીસી (CVC) અને સીબીઆઇ (CBI) અને અન્ય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓને નૂતન ભારતના માર્ગમાં આડે આવતી આવી પ્રક્રિયાઓ દૂર કરવાનો અનુરોધ કર્યો હતો. તમારે ભ્રષ્ટાચાર (Corruption) માટે શૂન્ય સહિષ્ણુતાની (Zero tolerance to corruption) નૂતન ભારતની નીતિને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. તમારે એ રીતે કાયદાઓનો અમલ કરવાની જરૂર છે, જેથી ગરીબ વ્યવસ્થાની નિકટ આવે ભ્રષ્ટ એ વ્યવસ્થામાંથી બહાર થઈ જાય.

આ પણ વાંચોઃ મિનિમમ સરકાર, મેક્સિમમ શાસન પર ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ: વડાપ્રધાન મોદી

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- ભારત બૌદ્ધ સમાજનું આસ્થા કેન્દ્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.