અમદાવાદ- પાણી એ લોકોના જીવન જરૂરિયાત માટે ખૂબ મહત્વનું હોય છેે તેમ છતાં પાણીના પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધતી થતી જોવા મળી રહી છે. ત્યારે પ્રદૂષિત પાણી સીધું ખુલ્લામાં છોડાય છે તેના લીધે જનજીવન ઉપર અસર થઈ રહી છે તેવા આક્ષેપ સાથેની ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
કેસની વિગત - સમગ્ર કેસની વિગતો જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ગટરના પાણીના નિકાલ કરતા પંપિંગ સ્ટેશન બંધ (Closed pumping station disposing of sewage water ) હાલતમાં પડ્યા છે. જેના લીધે કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર પ્રદૂષિત પાણી સીધે સીધું ખુલ્લામાં છોડાઈ રહ્યું છે. જેના લીધે કારેલા ગામના લોકોના જનજીવન ઉપર અસર થઈ રહી છે તેવી રજૂઆત સાથેની અરજી હાઇકોર્ટમાં (Public Interest Application in Gujarat High Court ) કરવામાં આવી છે. આ સમગ્ર કેસ મામલે અરજદારના (PIL in Gujarat High Court) વકીલની રજૂઆત હતી કે ભાભર ગામમાં ગટર લાઈન ભૂગર્ભમાં રહેલી છે અને ભાભર ગામમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે થઈને ચારે ચાર દિશામાં પંપીંગ સ્ટેશન પણ નાખવામાં આવેલ છે.
આ પણ વાંચોઃ AMC સંચાલિત પંપીગ સ્ટેશન અને LG હોસ્પિટલમાં મચ્છર મળ્યા છતાં દંડ ન ફટકાર્યો, માત્ર નોટિસ
શું થઇ રહી છે અસર -અરજીમાં (PIL in Gujarat High Court) જણાવાયા પ્રમાણે આ પંપીંગ સ્ટેશન અત્યારે બંધ (Closed pumping station disposing of sewage water ) હાલતમાં પડયું છે અને જેને કારણે પ્રદૂષિત પાણીને કોઈપણ ટ્રીટમેન્ટ વગરનું સીધે સીધું જ છોડી દેવામાં આવે છે. જે સીધું જ કારેલા ગામના વિસ્તારમાં આવે છે. આ પ્રદૂષિત પાણીને લીધે ત્યાં બે શાળાઓ, ગૌશાળા અને તળાવ આવેલા છે જેમાં આ પાણી આવતા લોકોનું જીવન મુશ્કેલી ભર્યું બન્યું છે અને પાણી પણ પીવાલાયક રહેતું નથી. આની સાથે જ એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આજે પમ્પિંગ સ્ટેશન નાખવામાં આવ્યા હતાં તે પહેલા પૂર્વ વિસ્તારમાં નાખવાના હતાં પરંતુ નગરપાલિકાએ ઠરાવ પસાર કરીને તેની ગૌચર જમીન પણ લઈને આ પંપીંગ સ્ટેશન નાખ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદીઓ શેરડીનો રસ, સિકંજી કે શરબત પીતા હોવ તો રાખજો સાવધાની, નહીં તો રોગચાળાનો થશો શિકાર
પંપીંગ સ્ટેશન વહેલી તકે શરૂ કરવા રજૂઆત -હાઈકોર્ટ સમક્ષ એ પણ રજૂઆત (PIL in Gujarat High Court) છે કે આ પંપીંગ સ્ટેશન વહેલી તકે શરૂ (Closed pumping station disposing of sewage water ) કરવામાં આવે. જેથી તેમને આ પ્રદૂષિત પાણીની સમસ્યાથી (problem of polluted water) છૂટકારો મળે.જોકે આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવા માટે નિર્દેશ આપ્યા છે.આ કેસની વધુ સુનાવણી 17 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.