- IIM-અમદાવાદ સામે Gujarat High Court માં જાહેર હિતની અરજી
- MPH( મેડિકલ પબ્લિક હેલ્થ) Phd અને ફેલોશીપની પ્રવેશ પ્રક્રિયામાં આરક્ષણની માગ સાથે કોર્ટમાં PIL
- સેરા 2006 એકટ મુજબ કેન્દ્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ સમયે આરક્ષણ માટેની જોગવાઈ
અમદાવાદઃ અરજદારના વકીલ ધાનેશ પટેલે કોર્ટમાં ( Gujarat High Court ) રજૂઆત કરી હતી કે સેન્ટ્રલ એજ્યુકેશન એન્ડ ઇન્સ્ટીટયુટ રિઝર્વેશન (સેરા) 2006ના એકટ મુજબ શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશમાં આરક્ષણની જોગવાઈ છે. આ ઉપરાંત અરજદારે રજુઆત (PIL In Gujarat High Court ) કરી હતી કે સમગ્ર દેશમાં IIM ની 20 સંસ્થાઓ પૈકીની 15 સંસ્થાઓમાં સેમ કોર્સ માટે આરક્ષણ આપવામાં આવે છે. IIM કેન્દ્રની સંસ્થા છે અને તમામ સંસ્થા માટે એક સમાન નિયમો હોવાથી અન્ય 15 સંસ્થાની જેમ IIM અમદાવાદમાં પણ MPH Phd અને ફેલોશીપના પ્રવેશ માટે એપ્લાય કરતા વિદ્યાર્થીઓ માટે આરક્ષણ ( Application in High Court about reservation in admission in the MPH in IIMA ) હોવું જોઈએ.
કોર્ટે નોટિસ ઇસ્યુ કરી જવાબ માગ્યો
અરજદારના વકીલે કોર્ટમાં ( Gujarat High Court ) રજૂઆત કરી હતી કે આગામી જાન્યુઆરી 2022 સુધીમાં આ માટેની પ્રવેશ પ્રક્રિયા પુરી થશે તેથી તે પહેલાં કોર્ટ આ સામે ન્યાયિક નિર્ણય લે. કોર્ટે આ સામે નોંધ્યું હતું કે અમે અગાઉથી પ્રારંભ થઇ ચુકેલી પ્રવેશની પ્રક્રિયામાં દખલ નહીં કરીએ. જો કે અરજીને માન્ય રાખી કોર્ટે સામેવાળા પક્ષને ( IIMA ) નોટિસ ઇસ્યુ કરી જવાબ માગ્યો છે. આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ IIMમાં પ્રવેશ માટે બૌદ્ધિક કરતાં લાગણીશીલ રીતે સક્ષમતા વધુ જરૂરીઃ હાઈકોર્ટ
આ પણ વાંચોઃ સીધી ભરતીમાં હવેથી દિવ્યાંગોને કેટેગરી મુજબ જગ્યા આપવામાં આવશે: હાઇકોર્ટમાં રાજ્ય સરકારનું સોંગદનામું