ETV Bharat / city

રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણ મામલે થયેલી PILની ઝડપી સુનાવણીની રજૂઆત HCએ નકારી - Paresh Dhanani PIL

કોરોનાની બીજી લહેરમાં (Corona second wave) સુરત ભાજપ કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ (Surat BJP Remdesivir Injection Distribution) કરાયું હતું. ત્યારે તેમની સામે કાર્યવાહી કરવાની માગ સાથેની જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી (PIL in Gujarat HC on Remdesivir Distribution) થઈ હતી.

રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણ મામલે થયેલી PILની ઝડપી સુનાવણી રજૂઆત HCએ નકારી કાઢી

author img

By

Published : May 6, 2022, 8:48 AM IST

Updated : May 6, 2022, 8:56 AM IST

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર વખતે સુરત ભાજપ કાર્યાલયમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ (Surat BJP Remdesivir Injection Distribution) કરવામાં આવ્યું હતું. તો આ વિતરણ કામગીરી સામે કાર્યવાહી કરવાની માગ સાથે થયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં (PIL in Gujarat HC on Remdesivir Distribution) સુનાવણી થઈ હતી. આ અરજીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

સી. આર. પાટિલના વકીલની રજૂઆત - આ સુનાવણી દરમિયાન સી. આર. પાટિલના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ જે અરજી કરવામાં (PIL in Gujarat HC on Remdesivir Distribution) આવી છે. તે રાજકીય અદાવતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસને લઇને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ થશે. તેમજ આ કેસ કોર્ટમાં જાહેર હિતની અરજી તરીકે ટકવાપાત્ર જ (PIL in Gujarat HC on Remdesivir Distribution) નથી. તેમ છતાં પણ હજી આ કેસ પડતર છે. ત્યારે આવનારા દિવસોમાં આ પિટિશનની પેન્ડન્સીનો બ્યૂગલની જેમ ઉપયોગ કરવામાં આવશે.

ડોક્ટરની હાજરીમાં અપાયા હતા ઈન્જેક્શન - તો આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે ઈન્જેક્શન્સ બજારમાં ઉપલબ્ધ હતા. તે ઇન્જેક્શનને દાતાઓએ ડિસ્ટ્રિબ્યૂટરને ચેકથી પેમેન્ટ કરીને લીધા હતા અને આ ઈન્જેક્શન ડૉક્ટરની હાજરીમાં પ્રિસ્ક્રિપ્શન પર (Surat BJP Remdesivir Injection Distribution) આપવામાં આવ્યા હતા. એડવોકેટ જનરલે વધુમાં ઉમેર્યું હતું કે, ધારાસભ્ય હર્ષ સંઘવી કે સી. આર. પાટિલે ઈન્જેક્શન ખરીદ્યા હોય કે, તેનું વિતરણ કર્યું હોય તેવો આ કેસની તપાસમાં ક્યાંય ફળિભૂત થતું નથી.

આ પણ વાંચો- Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

ચીફ જસ્ટિસે પાટિલના વકીલને કરી ટકોર - તો આ સમગ્ર મામલે ચીફ જસ્ટિસે સી. આર. પાટિલના વકીલને ટકોર (Chief Justice on CR Patil Advocate) કરી હતી કે, અત્યાર સુધી કાંઈ નથી થયું. તો હવે કેમ આ બધું કરવામાં આવી રહ્યું છે? તો આ મામલે સી. આર. પાટિલના વકીલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ કેસને પોલિટિકલ માઈલેજ માટે દુરુપયોગ કરી શકાય છે એ માટે અમે ચિંતા કરી રહ્યા છીએ.

આ પણ વાંચો-Vadodara Sokhda Controversy: વડોદરા હરિધામ સોખડાનો ગાદી વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

પરેશ ધાનાણીની રજૂઆત કોર્ટે નકારી - આ મામલે સાથે ચીફ જસ્ટિસની ખંડપીઠે હળવી એ પણ ટકોર (Chief Justice on CR Patil Advocate) કરી હતી કે, તમે શા માટે સામા પક્ષને વિચારવા માટેની સંપૂર્ણ તક સામેથી આપી રહ્યા છો. એટલું જ નહીં સામા પક્ષે શું કરવું જોઈએ. તેવા વિચાર પણ તમે જ સામેથી આપી રહ્યા છો. અત્રે એ નોંધનીય છે કે, સમગ્ર કેસની ઝડપી ચૂકવણી માટેની તારીખ નક્કી કરવાની પરેશ ધાનાણીની (Paresh Dhanani PIL) રજૂઆત પણ કોર્ટે નકારી દીધી છે. હવે આગામી સમયમાં આ સમગ્ર મામલે સુનવણી હાથ ધરાશે.

Last Updated : May 6, 2022, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.