- જીમ બંધ કરવાથી લોકોને શારીરિક સાથે આર્થિક નુકસાન
- સરકાર દ્વારા જીમ બંધ કરવાનો કરાયો છે નિર્ણય
- લોકોના જીમ મેમ્બરશીપના રૂપિયા ડૂબ્યાં
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સરકારે મોલ, થિએટર, સહિત જીમ પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના જીમ મેમ્બશીપ લેનારા લોકોનો ખુબ નુકસાન થયું છે. ગત વર્ષે પણ જીમ પાંચથી છ મહિના સુધી બંધ રહેતા લોકોના મેમ્બરશિપનાં રૂપિયા ડૂબ્યાં હતા, ત્યારે એક વર્ષ બાદ ફરી સમાન પરિસ્થિતિ સર્જાઈ છે.
લોકો વર્ષની ફી એકસાથે આપતા હોય છે
જીમમાં મેમ્બરશીપ લેનારા લોકો ત્રણ મહિના, છ મહિના કે એક વર્ષની ફી સાથે ચૂકવી દેતા હોય છે. જેમાં ખાસ કરીને એક વર્ષની મેમ્બરશીપ એકંદરે સસ્તી પડતી હોવાથી લોકો સમગ્ર વર્ષની ફીની ચૂકવણી એકસાથે કરતા હોય છે.
આ પણ વાંચોઃ દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ અને થિયેટર કરાયા બંધ
લોકડાઉનમાં પણ પણ છ મહિના બંધ હતા જીમ
ગત વર્ષે જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે છ મહિના માટે બધા જીમ બંધ રહ્યા હતા અને ઘણા લોકોની મેમ્બરશીપના રૂપિયા ડૂબ્યાં હતા. જેથી આર્થિક નુકસાન તો થયું જ છે અને આ ઉપરાંત સ્વાસ્થયવર્ધન, શારીરિક તકલીફો કે અન્ય કોઈ નિર્ધારિત લક્ષ્ય માટે જીમમાં જનારા લોકો માટે કે નિર્ધારિત લક્ષ્યાંક સાથે જીમમાં જનારા લોકોના આયોજનો પર પણ પાણી ફરી વળ્યું છે. જોકે, જીમ મેમ્બરશીપના રૂપિયા એકસાથે આવી ચૂંક્યા હોવાથી તેમજ જીમ બંધ રહેવાથી મેઇન્ટેનન્સના ખર્ચમાંથી ઘણીખરી રાહત મળતી હોવાથી જીમ સંચાલકો અન્ય ધંધાર્થીઓની જેમ આ મુદ્દે સરકારમાં મજબૂત રીતે રજૂઆત કરતા નથી.