અમદાવાદઃ સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે ઇલેક્ટ્રીક ઉપકરણ સહિત અનેક વસ્તુઓ પર પ્રતિબંધ હોય છે તેમ છતાં અનેક વખત કેદીઓની બેરેકમાંથી અનેક વખત મોબાઈલ ફોન અને સીમકાર્ડ પણ મળી આવે છે.આ તમામ મોબાઈલ ફોન અંગે SOG દ્વારા તપાસ કરવામાં આવે છે.SOG તરફથી મળતી માહિતી મુજબ વર્ષ 2019માં જેલમાં પ્રતિબંધિત એટલે કે મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. જે અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને બાદમાં તમામ તપાસ SOGને સોંપવામાં આવી હતી ત્યારે આ ચાલુુ વર્ષ દરમિયાન જ એટલે કે માત્ર 8 માસમાં 37 મોબાઈલ ફોન કેદીઓ પાસેથી મળી આવ્યાં છે.
અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં 2019માં કેદીઓ પાસેથી 22 જ્યારે ચાલુ વર્ષે 8 માસમાં જ 37 ફોન પકડાયાં
સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અનેક વખત કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવે છે. ત્યારે 2019માં સેન્ટ્રલ જેલમાંથી 22 મોબાઈલ ફોન અને ચાલુ વર્ષ એટલે કે 2020ના 8 માસમાં જ 37 મોબાઈલ ફોન મળી આવ્યાં છે જે અંગે SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.