- વિચરતી જાતિઓ, માર્ગો પરના મજૂરોની લોટ માટે દોડા-દોડ
- બસોના હજારો પ્રવાસીઓ પરેશાન થઇ ગયા
- શહેર બહાર ઉતરી ગયેલા પ્રવાસીઓ પગપાળા ચાલ્યા
અમદાવાદ: શહેરમાં કોરોના પોઝિટિવ કેસોનો વધારો થતા જ શુક્રવારની રાત્રેથી શહેરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. સરકારી તંત્રએ કરફ્યૂની સૂચનાઓ જુદા-જુદા માધ્યમો દ્વારા નાગરિકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપણા દેશમાં હજુ પણ એવી વિચરતી જાતિઓ અને શ્રમિક વર્ગ છે, જે સંદેશા વ્યવહાર અને સામાન્ય સુવિધાઓથી વંચિત છે. કોરોના સંક્રમણ અને કરફ્યૂથી અજાણ હજારો લોકો અમદાવાદ શહેરમાં આવવા અને બહાર જવા પરેશાન થઇ ગયા હતા.
સૌથી કફોડી હાલત માર્ગો પર જ રહેતા મજૂરો અને વિચરતાની થઈ
અમદાવાદના કરફ્યૂથી અજાણ એવા પ્રવાસી મજૂરોને બસોમાંથી શહેરની બહાર જ ઉતારી દેવામાં આવ્યા હતા. નેપાળથી વાયા જયપુર, અમદાવાદ આવતા હેમ બહાદુર કહે છે કે અડાલજ ઉતર્યા બાદ માંડ વૈષ્ણોદેવી સર્કલ પહોંચ્યો હતો. કરફ્યૂથી અજાણ હું અને સાથી પગપાળા વૈષ્ણોદેવીથી કર્ણાવતી ક્લબ પગપાળા ગયા હતા.