ETV Bharat / city

અમદાવાદીઓ લાપરવાહ, PPE કીટ અને માસ્ક સ્મશાનની બહાર રસ્તા પર ફેંક્યા - ગ્લ્વઝ

કોરોનાના કેસો જ્યારે આખા ગુજરાત રાજ્યમાં વધી રહ્યા છે તો પણ અમદાવાદના લોકોમાં લાપરવાહી જોવા મળી રહી છે. સ્મશાનની બહાર જ રસ્તા પર PPE કીટ, માસ્ક તેમજ ફેસશિલ્ડ વગેરેના ઢગલા જોવા મળી રહ્યા છે.

લોકો કોરોનાને લઈને લાપરવાહ
લોકો કોરોનાને લઈને લાપરવાહ
author img

By

Published : Apr 15, 2021, 5:06 PM IST

Updated : Apr 15, 2021, 7:39 PM IST

  • અમદાવાદમાં કોરોનાના અઢળક કેસો
  • લોકો કોરોનાને લઈને લાપરવાહ
  • PPE કીટ, માસ્ક, મોજા વગેરે રસ્તે ફેંક્યા

અમદાવાદ: જિલ્લામાં કોરોનાના કેસ 2.5 હજારની ઉપર પહોંચ્યા છે. રાજ્યના તમામ મોટા શહેરો કોરોનામાં સપડાયા છે. હોસ્પિટલોમાં પથારીઓ ખૂટી ગઈ છે તેમજ ઓક્સિજન અને જીવન બચાવતા ઇન્જેક્શનોની અછત વર્તાઈ રહી છે. એમ્બ્યુલન્સમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. મોટા શહેરોના સ્મશાનો કોરોના મૃતદેહોથી ઉભરાઈ રહ્યા છે.

અમદાવાદમાં કોરોનાના અઢળક કેસો

આ પણ વાંચો: રાજકોટમાં PPE કીટના ઉપયોગ બાદ રસ્તા પર ફેંકી દેવાઈ

અમદાવાદીઓમાં સમજદારીનો અભાવ

સરકાર લોકોને કોરોનાને લઈને સતર્કતા તેમજ સમજદારી કેળવવા વિનંતીઓ કરી રહી છે પરંતુ અમદાવાદવાસીઓ સમજદારી દેખાડી રાખવાની જગ્યાએ ગંભીર લાપરવાહી દાખવી રહ્યા છે. અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા થલતેજના સ્મશાનની બહાર PPE કીટ, માસ્ક, ફેસશિલ્ડ વગેરેના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીં કોરોનાના મૃતદેહોના અંતિમ સંસ્કાર બાદ તેમની સાથે આવતાં સગાઓ તેમજ એમ્બ્યુલન્સ કર્મીઓ આ સંક્રમણયુક્ત સામગ્રી અહીં ખુલ્લામાં નાખીને જઈ રહ્યા છે. શ્વાન અને ગાય જેવા પ્રાણીઓ તેને અહીંથી ત્યાં ફંગોળે છે. જેથી વાઈરસ ફેલાવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો: વલસાડ સિવિલમાં ડૉક્ટર્સની હડતાળ, નથી મળી રહ્યા માસ્ક કે PPE કીટ

ETV Bharatએ કોર્પોરેશન સમક્ષ કરી રજૂઆત

સ્મશાનની બહાર આવી ભયજનક વસ્તુઓ ખુલ્લામાં પડેલી જોતા ETV Bharatની ટીમે પુરાવા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. અધિકારીએ આ સામગ્રીઓ તરત ઉઠાવી લેવાની ખાતરી આપી હતી.

Last Updated : Apr 15, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.