- અમદાવાદ RTOએ પસંદગીના નંબરો માટે મગાવી હતી બીડ
- કોરોના સંક્રમણ ઘટતા RTOની આવકમાં વધારો
- 9 અને 7 નંબર માટે વધુ રૂપિયા અપાયા
અમદાવાદ : થોડા સમય અગાઉ અમદાવાદ RTO દ્વારા પસંદગીના નંબરો માટે એપ્લિકેશન મગાવવામાં આવી હતી. જે માટેની બિડ પણ કરવામાં આવી હતી. અમદાવાદીઓએ પસંદગીના તેમજ શુકનિયાળ નંબર મેળવવા લાખો રૂપિયા ખર્ચ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ RTO દ્વારા સાણંદમાંથી નકલી લીમોઝિન કાર ઝડપાઇ
પસંદગીના નંબરો થકી લાખોની આવક
અમદાવાદ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી.વી.લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે, ગોલ્ડન-સિલ્વર અને ચોઇસ નમ્બર માટે જાન્યુઆરી 2021માં, WB સિરીઝ માટે 123 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી RTOને 9.15 લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે એપ્રિલ મહિનામાં WC સિરીઝ માટે 59.91 લાખની આવક થઈ હતી.
આ પણ વાંચો : અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લાં ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક
કયા નંબર માટે કેટલા રૂપિયાની આવક
WB સિરીઝમાં 9 નંબર માટે 1.94 લાખની આવક થઈ હતી. તો WC સીરીઝમાં 1 નંબર માટે 4.01 લાખ, 1111 નંબર માટે 2.17 લાખ તો 7 નંબર માટે 1.59 લાખની આવક થઇ હતી.