ETV Bharat / city

અમદાવાદ: શહેરી વિસ્તાર સૂમસામ, લોકોએ કર્યું કરફ્યૂનું કડક પાલન

કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, જેથી અમદાવાદના રોડ લોકડાઉનના સમયની જેમ ફરી એકવાર સૂમસામ જોવા મળી રહ્યા છે. લોકો પણ સરકારની અપીલનું પાલન કરી રહ્યા છે.

અમદાવાદ: શહેરી વિસ્તાર સુમસામ, કરફ્યૂનું લોકોએ કર્યું કડક પાલન

author img

By

Published : Nov 21, 2020, 6:48 PM IST

  • અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ
  • અમદાવાદમાં રોડ રસ્તા બન્યા સૂમસામ
  • લોકોએ કર્યું સરકારના આદેશનું પાલન

અમદાવાદ: શહેરમાં જે રોડ રસ્તા ગયા અઠવાડિયે લોકોની અવર જવરના કારણે ભરચક હતા તે રોડ-રસ્તા હવે ફરીથી સૂમસામ બન્યા છે. કોરોના સંક્રમણ વધતા બે દિવસ અપાયેલા કરફ્યૂના કારણે શહેરના સીટી વિસ્તારો સાવ ખાલીખમ જોવા મળ્યા હતા. આ રસ્તા પર અગાઉ પગ મુકવાની પણ જગ્યા નહોતી.

પોલીસે પાલન કરાવ્યું તો લોકોએ પણ કર્યુ પાલન

કરફ્યુનું પાલન કરાવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેનું પાલન પણ અમદાવાદ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું, તો લોકોએ પણ બિનજરૂરી બહાર ના નીકળીને કરફ્યુનું પાલન કર્યું હતું.

અમદાવાદ: શહેરી વિસ્તાર સુમસામ, કરફ્યૂનું લોકોએ કર્યું કડક પાલન

ETV BHARATની લોકોને અપીલ

2 દિવસના કરફ્યુનું યોગ્ય રીતે પાલન થાય તો કેસ વધતા અટકાવી શકાય અને સંક્રમણ પણ ઘટી શકે છે, તેથી લોકોને પણ કરફ્યુનું પાલન કરવા ETV BHARAT પણ અપીલ કરે છે.

અમદાવાદમાં 60 કલાકનો કડકપણે કરફ્યૂનો અમલ શરુ

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 કલાકથી જ પોતાના ઘરે પહોંચવાની શરૂઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.

અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ શુક્રવારથી સોમવાર સવાર સુધી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. પોલીસ લોકોને પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી રહી છે, ત્યારે શહેરના તમામ રસ્તાઓ શુક્રવારથી બે દિવસ સુધી સુમસામ જોવા મળી રહ્યા છે. જોકે, આ અંગે નાયાબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. આમ શનિવારથી વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે. શુક્રવારે સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન નિવાસ્થાને મળેલી હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા અંતર્ગત વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશમાં હોવાનો નીતિન પટેલનો દાવો

અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે. તેમ છતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી હોવાની વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમને આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીંત થવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે. આ ઉપરાંત 200 સભ્યોને લગ્ન સમારંભમાં છૂટ મળી છે, તો દિવસના સમયમાં તેટલા સભ્યો સાથે લગ્ન સમારંભ થઈ શકશે. તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.