અમદાવાદ: ડિજિટલ વોરિયર્સ કાર્યક્રમને (Digital Warriors Summit) સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (Region President CR Patil) જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપા દેશભરમાં સોશિયલ મીડિયા, આઇ.ટી અને મીડિયાના કાર્યોમાં પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ સી.આર.પાટીલ દ્વારા 15 થી વધુ એપના પ્લેટ ફોર્મ પર સોશિયલ મીડિયાની કામગીરીનુ લોંચીંગ (More than 15 apps launching on social media) કરવામાં કર્યું હતું અને સાથે જ પેજ કમિટિ, પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યની સમસ્ત કામગીરી એક જ પ્લેટફોર્મ પર આંગળીના ટેરવે મળી રહે તે માટે ડેશ બોર્ડનું લોચિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: માલધારી સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવા માટે કમલમથી કરી આગેકૂફ
આધુનિક NFC કાર્ડ: સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર પેજથી NFC કાર્ડ થકી તરત જ જોડાઇ શકાય તેવા 6 કાર્ડનું લોનચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્ડને NFC અને મોબાઇલ સાથે ટચ કરવાથી તરતજ મહાનુભાવોના સોશિયલ મીડિયામાં જોડાઇ શકશે અને અનેકવાર આ કાર્ડનો ઉપયોગ પણ થઇ શકશે.
પાટીલના 3I: સી.આર.પાટીલે ભાજપની IT ટીમના સભ્યોને જણાવ્યું હતું કે, Idea, Imagination અને Implementation એમ 3I થકી સોશિયલ મીડિયાનો અને આઇટીનો ઉપયોગ કરવો જોઇએ .આજના ડિજિટલ યુગમાં ડિજિટલ હાજરી અને ફીઝીકલ હાજરી બંને ખૂબ જ મહત્વપુર્ણ છે. ભાજપા પાસે કાર્યકરોની ખૂબ મોટી ફોજ છે. માટે ફીઝીકલ તેમજ ડિજિટલ માધ્યમ થકી સરકારની બધી જ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુઘી સરળતાથી પહોચાડી શકીએ છીએ. ફિઝિકલ આપણે મળવાથી લાગણીઓ, સબંધો અને વિચારોના આપ-લે થાય છે. તે એક રાજકીય પક્ષ માટે ખૂબ જરૂરી છે.
મોદીએ 2006માં સોશિયલ મીડિયાનો ઉપયોગ : સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2006માં સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો હતો. જયારે ભાજપનો કાર્યકર્તા સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ કરે કે વિચાર મુકે ત્યારે તેને સમાજ જીવન સવિશેષ માને છે અને ફોલો પણ કરે છે.