- RTEમાં પ્રવેશ માટે આવકનો દાખલો કઢાવવા લોકોની લાબી લાઇન
- નોકરી ધંધા છોડીને લોકો આવકનો દાખલો કાઢવવા આવ્યા
- 4 દિવસથી ધક્કા ખાવા છત્તા આવકનો દાખલો ન નીકળ્યો
અમદાવાદ : પોતાના બાળકને સારી સ્કૂલમાં ભણાવીને સારું શિક્ષણ આપવાની ઘેલછા ધરાવતા વાલીઓ માટે સરકાર દ્વારા RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના માટે કેટલીક પ્રક્રિયામાંથી નીકળવું પડે છે. જ્યારે RTEમાં પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે. જેમાંથી એક આવકનો દાખલો છે. જે કઢાવવા માટે લોકો છેલ્લા કેટલાય દિવસથી કલેક્ટર કચેરી ખાતે લોકો ધક્કા ખાઇ રહ્યા છે.
મુદ્દતમાં વધારો કરવો જોઈએ
વાલીઓએ જણાવ્યું હતું કે, RTE ફોર્મ ભરવાની મુદ્દત બહુ ઓછી આપવામાં આવી છે. ફોર્મ ભરવા માટે આવકનો દાખલો જરૂરી છે. જે કઢાવવા માટે અમે 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ, પરંતુ આજે RTEનો છેલ્લો દિવસ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, સરકારે RTEમાં ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી આપવો જોઈએ. જેથી કરીને કોઈપણ વાલીઓને મુશ્કેલી ન પડે.