ETV Bharat / city

અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયો પેજ પ્રમુખોનો કાર્ડ વિતરણ સમારોહ - gujarat elections update

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં મહત્વાકાંક્ષી મિશન પેજ પ્રમુખ અંતર્ગત અમદાવાદમાં વટવા અને અમરાઈવાડી વિધાનસભા વિસ્તારનાં પેજપ્રમુખો માટે કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયો પેજ પ્રમુખોનો કાર્ડ વિતરણ સમારોહ

author img

By

Published : Jan 28, 2021, 7:36 AM IST

  • ભાજપા માટે કાર્યકરો જ સર્વોપરી છેઃ સી.આર.પાટીલ
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મહત્વાકાંક્ષી મિશન પેજ પ્રમુખ
  • વટવા અને અમરાઇવાડી વિધાનસભા માટે યોજાયો હતો સમારોહ

અમદાવાદ: ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે અમદાવાદના વટવા અને અમરાઈવાડી વિધાનસભામા થઈને આશરે 70 હજાર જેટલા પેજ સમીતી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 1.80 લાખ જેટલા મતદાતાઓનો પ્રત્યક્ષ સમાવેશ થાય છે. ભાજપાનાં માઇક્રો પ્લાનિંગ અને મેનેજમેન્ટ તેમજ ભાજપાની સંગઠન શક્તિનાં કારણે ચૂંટણીની પ્રક્રિયા અને તૈયારીઓમાં ભાજપા હંમેશા આગળ હોય છે.

ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલનું અભિવાદન તરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ ડૂબતી નાવ છે : સી.આર.પાટીલપ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ સમારોહમાં જણાવ્યું હતું કે, "પેજ સમિતિ ચૂંટણી જીતવા માટેનું અચૂક અને અભેદ શસ્ત્ર છે. પેજ સમિતિની સંરચના એક અણુબોમ્બ જેવી છે. જેના થકી ગુજરાત ભાજપાનાં લાખો કાર્યકર્તાઓ કોંગ્રેસનાં સૂપડા સાફ કરી નાંખશે. કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, કોંગ્રેસનું અસ્તિત્વ સમાપ્ત થવા જઈ રહ્યું છે. કોંગ્રેસ વિસર્જનનું પૂજ્ય ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા ભાજપાનાં પાયાનાં કાર્યકર્તાઓ ચુંટણી જંગનાં મેદાનમાં ઉતર્યા છે." દરેક ચૂંટણીમાં 100 ટકાનો ટાર્ગેટસ્થાનિક સ્વરાજયની ચુંટણીનાં પ્રદેશ ઇન્ચાર્જ અને કર્ણાવતી મહાનગરનાં પ્રભારી આઈ.કે.જાડેજાએ પેજ પ્રમુખો અને ઉપસ્થિત કાર્યકર્તાઓમાં જુસ્સાનો સંચાર કરતા જણાવ્યું હતું કે, "આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં 100 ટકા પરિણામ હાંસલ કરીને આપણા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હાથ મજબૂત કરીએ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના તેમજ વિકાસની અવિરત યાત્રાને આગળ ધપાવીએ."
પેજપ્રમુખોનું અભિવાદન કરી રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ

ભાજપ 18 કરોડથી વધુ સભ્યો ધરાવતી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીઅમદાવાદ શહેર ભાજપનાં પ્રમુખ જગદીશ વિશ્વકર્માનાં જણાવ્યા પ્રમાણે, "કાર્યકર્તાઓ પાર્ટીની મૂડી છે. સંગઠન થકી સત્તા અને સત્તા થકી સેવા એ જ ભાજપાનો મૂળ મંત્ર છે. ભાજપાએ ક્રેડરબેઝ પાર્ટી છે. એક સમયે ગૃહમંત્રી અમિત શાહ પણ નારણપુરાની સંઘવી હાઈસ્કુલનાં એક બુથનાં પ્રમુખ હતા. પક્ષમાં કોઈ પણ જવાબદારી નાની કે મોટી હોતી નથી. પક્ષે સોંપેલી જવાબદારી નિભાવતા-નિભાવતા અમિત શાહ પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને તેમના નેતૃત્વ હેઠળ ભાજપા 18 કરોડથી પણ વધુ સભ્યો ધરાવતી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે."

વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપના વિજય પાછળ પેજ સમિતિનો બહુમુલ્ય ફાળો

ગૃહરાજ્ય પ્રધાન અને વટવા વિધાનસભાનાં ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાએ વટવા વિધાનસભા વિસ્તારનાં પેજ પ્રમુખોને સંબોધતા જણાવ્યું હતું કે, "સૌ પેજ પ્રમુખોની નિષ્ઠાપૂર્વક કામગીરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100 ટકા પરિણામ ચોક્કસથી હાંસલ કરીશું. તાજેતરમાં યોજાયેલ 08 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપાએ તમામ 08 વિધાનસભા બેઠકો જંગી બહુમતીથી જીતી હતી, જેમાં પેજ સમિતિનો બહુમુલ્ય ફાળો રહ્યો હતો."

ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાનું ઉત્કૃષ્ટ અમલીકરણ

વધુમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાનાં ઉત્કૃષ્ટ અમલીકરણનાં કારણે આજે સમગ્ર રાજ્યની પ્રજા શાંતિ અને સલામતી અનુભવી રહી છે. કોરોના મહામારીમાં રાજ્ય સરકારે પ્રજાલક્ષી કામગીરી કરીને રાજ્યમાં કરોડો લોકોનાં જીવ બચાવ્યા છે. કોરોનાની મહામારીને આપણે સૌ સાથે મળીને સફળતાપૂર્વક ડામી શકયા છીએ. દેશના વૈજ્ઞાનિકો અને નિષ્ણાત ડોકટરોની મહેનતના કારણે હાલમાં સમગ્ર દેશમાં પ્રથમ તબક્કાનું મહારસીકરણ અભિયાન ચાલી રહ્યું છે."

અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયો પેજ પ્રમુખોનો કાર્ડ વિતરણ સમારોહ
અમરાઇવાડીનાં ધારાસભ્યએ પેજ પ્રમુખોને આવકાર્યાઅમરાઈવાડી વિધાનસભાનાં જાગૃત ધારાસભ્ય જગદીશ પટેલે સૌ પેજ પ્રમુખોને આવકાર-અભિનંદન આપતા જણાવ્યું હતું કે, "તેઓની આગવી પ્રતિભા અને બૂથમાં વિશ્વાસ સંપાદનનાં કારણે આટલા ટૂંકા ગાળામાં વિધાનસભાની મતદાર યાદીને પેજ સમિતિમાં પરિવર્તિત કરી શક્યા છીએ. આ પેજસમિતિ અને પેજ પ્રમુખની સંરચનાનાં કારણે ભાજપાનાં વિજયનાં વિશ્વાસમાં અનેક ગણાનો વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.