અમદાવાદઃ લોકડાઉનના આવા સખત કડકપણે અમલ કરાવવામાં આવેલ પરિસ્થિતિ વચ્ચે ગરીબો માટે બે ટાઈમ ભોજન મળવાની તો દૂરની વાત છે. પરંતુ જે સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ અને વિવિધ પ્રકારના આગેવાનો દ્વારા અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે. તેના ઉપર જ તેમનો વધુ પડતો આધાર રહેલો છે. આવો જ એક કિસ્સો અમદાવાદના કન્ટેનમેન્ટ બોર્ડ વિસ્તારમાં આવેલ વણકરવાસમાં આશરે 105 મકાનો આવેલા છે. જેમાં અંદાજે 550થી વધુ લોકો રહે છે, જેઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે.
સરકાર દ્વારા લોકડાઉન જાહેર કર્યા બાદ આજ દિવસ સુધી કન્ટેનમેન્ટ બોર્ડના અધિકારી દ્વારા કે, બોર્ડ મેમ્બર તરફથી કોઈપણ મદદ આપવામાં આવી નથી. બોર્ડ મેમ્બરના માનીતાઓને કિટ આપવામાં આવેલ હોય છે, જ્યારે જરૂરિયાતમંદ સુધી કીટ વિતરણ પહોંચતું નથી. જેથી સમગ્ર કન્ટેનમેન્ટ વિસ્તારમાં ગરીબ પરિવારો દ્વારા કિટની સહાય શક્ય તેટલી ઝડપથી મળે તેવી અરજ કરવામાં આવી હતી. તેમાં પણ એક વિધવા માનો અપંગ દીકરો છે, જે દવાઓના સહાયથી જીવન જીવી રહ્યો છે. તે લોકોને એક ટંક ભૂખ્યા રહીને પણ દવાઓ ખરીદવી પડે છે.
ETV ભારત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમેને ઘરમાં ખાવાનું નહીં હોય તો જીવી લઈશું પરંતુ મારા દીકરાની દવાઓ વગર તેમનો એકનો એક અપંગ દીકરો જીવી નહીં શકે. માટે છેલ્લા બે દિવસથી અનાજનો દાણો ઘરમાં નથી તેમ છતાં અમે 100 રૂપિયાની દવાઓ ખરીદી અને દીકરાને ભૂખ્યા પેટે દવા આપી રહ્યા છે.
તેમને આજીજી કરી હતી કે, લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અમને કોઈ પણ ભોગે અનાજની કીટ મોકલવામાં આવે તો બે ટાઈમ રોટલો ખાઈ શકીએ. સદર બજારના સ્થાનિક કાર્યકર તુષાર પરમારના જણાવ્યાનુસાર કન્ટેનમેન્ટમાં મકાન વેરોને પાણી વેરો ભરવામાં આવે છે તેમ છતાં બોર્ડ તરફથી કોઈપણ મદદ મળતી નથી માટે કન્ટેનમેન્ટ બોર્ડના અધિકારીઓને તંત્રને વિનંતી છે કે, વહેલી તકે જીવન જરૂરી યોગ્ય મદદ કરવામાં આવે તેવી મહેરબાની કરશો. જેથી અમારા વિસ્તારમાં ખૂબ જ ગરીબ લોકો ઘરમાં બે ટંકનું ભોજન મળી રહે તેવી આજીજી કરી હતી.