ETV Bharat / city

રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ સામે હાઇકોર્ટે લાલ આંખ કરી, જાણો શું કહ્યું...

author img

By

Published : Aug 25, 2021, 11:09 PM IST

જામનગરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલી જમીનનું વળતર ચૂકવવા 2018માં સંબધિત કોર્ટે આદેશ કર્યો હોવા છતાં ન ચૂકવાતા ગુજરાત હાઈકોર્ટે આકરુ વલણ અપનાવ્યું હતું. મહત્વનું છે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે વળતર પેટે 4 કરોડ 92 લાખ 33 હજાર 609 રૂપિયા ચૂકવવાના થતા હતા. જેની સામે હવે 15 ટકા વ્યાજ કે જેની રકમ 65 લાખ થવાનો અંદાજ છે. આમ હવે 6 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવી પડશે. કોર્ટે સરકારી તિજોરીને નુકસાન કરનારા અધિકારીઓ સામે સરકાર શું પગલાં લેશે તેનો જવાબ 10 દિવસમાં રજૂ કરવા આદેશ કર્યો હતો.

  • રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ
  • વળતર ચુકવવામાં નિષ્ફળ અધિકારીઓ સામે કોર્ટે વ્યક્ત કરી નારાજગી
  • બેંકના વ્યાજ કરતા પણ વડતરનું વ્યાજ વધુ નોંધાયું

અમદાવાદ : જામનગરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલી જમીનનું વળતર ચૂકવવા 2018માં સંબધિત કોર્ટે આદેશ કર્યો હોવા છતાં ન ચૂકવાતા ગુજરાત હાઈકોર્ટે આકરુ વલણ અપનાવ્યું હતું. આ બાબતે ગત સુનાવણી દરમિયાન કોર્ટે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ સામે લાલ આંખ કરતા પ્રિન્સિપલ સેક્રેટરી અથવા એડિશનલ ચીફ સેક્રેટરીને હાઇકોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો. આજે બુધવારે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના સેક્રેટરી એસ.બી. વસાવા હાજર રહ્યા હતા. તેમણે પોતાના સોંગધનામામાં એક અઠવાડિયામાં વળતર ચૂકવી આપવાની બાંહેધરી આપી હતી. જો કે તેમનો પક્ષ મુકતા તેમના વકીલે ભૂલ સ્વીકારતા કોર્ટ પાસે માફી પણ માંગી હતી. કોર્ટે અહીં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની ગંભીર ભૂલ પણ ગણાવી હતી.

આ પણ વાંચો: ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ

વળતર ઉપર ચૂકવવાના થતા વ્યાજ બેંકના વ્યાજથી વધુ

કોર્ટે નોંધ્યું હતું કે, જે રકમ વળતર સ્વરૂપે આપવાની છે તેનું વ્યાજ બેંકના વ્યાજ કરતાં પણ વધારે છે. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગે કોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે તેમને વળતર ચુકવવામાં મોડું થયું છે. જો કે તેમની આ રજૂઆતને ફગાવતા કોર્ટે નોંધ્યું હતું કે, કોરોના માર્ચ 2020થી છે, જ્યારે વળતર ચૂકવવા માટેનો આદેશ 2018માં કરવામાં આવ્યો હતો. વધુમાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમણે ગઈકાલે મંગળવારે જ નાણાં વિભાગને વળતર ચૂકવવા માટે જાણ કરી છે અને એક અઠવાડિયામાં વળતર ચૂકવી દેવામાં આવશે.

આ પણ વાંચો: SRP જવાને પોતાનો ધર્મ છુપાવી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી આચર્યુ દુષ્કર્મ

કોર્ટે સરકારને શું કર્યો આદેશ ?

કોર્ટે અધિકારીઓની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સરકારને આદેશ કર્યો હતો કે, સોંગધનામામાં કરેલા ઉલ્લેખ મુજબ વળતરની રકમ 7 દિવસમાં ચૂકવી આપવી પડશે. આ ઉપરાંત, સરકાર બેદરકારી દાખવેલા અધિકારીઓ સામે ક્યા પગલાં લેશે, તે પણ 10 દિવસની અંદર કોર્ટમાં જણાવવા આદેશ આપવામાં આવ્યો છે. જો હાઇકોર્ટે કરેલા આદેશનું પાલન કરવામાં નહીં આવે તો 10 દિવસ બાદ કોર્ટના દંડને પાત્ર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.