અમદાવાદઃ આજે ગુરુવારથી કેટલીક ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ગઈકાલે બુધવારે સંચાલક મંડળોએ જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓની ફીને લઈને હાઈકોર્ટે ફી ન ઉઘરાવવાને લઈને ચૂકાદો આપ્યો હતો. જે બાદ તરત જ ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
જો કે, વાલીમંડળ અને કોંગ્રેસ પક્ષમાં ફી માફી અંગે સંતોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ શિક્ષણ નિષ્ણાતોનું જણાવ્યું કે, વાલીઓએ નારાજ થવાની જરૂર નથી. શિક્ષણ વિભાગે અન્ય ઓનલાઈન એપ્લિકેશન સાથે જ અન્ય ખાનગી સંસ્થાઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ રાખ્યું છે. જેના માધ્યમથી અભ્યાસ કરી શકે છે.
આ અંગે હાલ વાલીઓ મૂંઝવણમાં મૂકાયા છે. કારણકે, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ગળે ઉતરતું નથી. ઓનલાઈન માધ્યમમાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. તેવમાં હવે શિક્ષણ વિભાગ શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેઠક કરી વિદ્યાર્થીઓના હિતમાં શું નિણર્ય કરે છે તેજોવું રહ્યું છે.