- ગણેશ સ્થપના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની લેવી પડશે મંજૂરી
- ગણેશ વિસર્જન માટે સરઘસની પણ પોલીસ પરવાનગી લેવી પડશે
- કોરોનાની ગાઈડ લાઈન મુજબ દર્શન કરવાના રહેશે
અમદાવાદ- કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી એક પણ તહેવારની ઉજવણી થઇ શકી ન હતી, ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા તહેવારને કોરોનાની ગાઇનલાઇન મુજબ ઉજવવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં સરકારે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી નહિ શકાય
સરકારના જાહેરનામાં મુજબ સાર્વજનિક ગણેશોત્સવ માટે 4 ફૂટ અને ઘરમાં બે ફૂટની મૂર્તિની જ સ્થાપના કરી શકાશે. તમામે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જેમાં ગણેશ પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કુંડાળા કરવાના રહેશે. પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ જ કરી શકાશે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી નહિ શકાય, તો અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન માટે કાઢવામાં આવતા સરઘસ માટે પણ પોલીસ પરમિશન લેવાની રહેશે.
ઘરમાં સ્થાપના કરેલી મૂર્તિઓનું ઘરે જ વિસર્જન કરવાનું રહેશે
સરઘસમાં વધુમાં વધુ 15 લોકો જ જોડાઈ શકશે. સરઘસમાં પરમિશનમાં આયોજક અને તેમાં જોડાનાર લોકોના નામ સરનામાં આપવાના રહેશે. રૂટ અને મૂર્તિ વિસર્જન સ્થળની પણ વિગત પોલીસને આપવાની રહેશે. ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવાનું રહેશે. ઘરમાં સ્થાપના કરેલી મૂર્તિઓનું ઘરે જ વિસર્જન કરવાનું રહેશે.