અમદાવાદ: ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે (Gujarat State Faculty Board) જીતુ વાઘાણીને પત્ર લખ્યો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓફલાઇન શિક્ષણ (Online Education In School) બંધ કરવા માંગ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ ચિંતિત બન્યું
જેમાં કોરોનાના વધતા કેસ અને ઓમીક્રોનના પગલે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ કરી છે. બાળકોમાં આવેલા કોરોના કેસો બાદ ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ (Gujarat State Faculty became concerned) ચિંતિત બન્યું છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને પત્ર લખ્યો કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ કરવામાં આવી છે.
ઓફલાઇન શિક્ષણ બંધ અને ઓનલાઇન શિક્ષણ શરૂ માંગ
ત્યારે આગામી સમયમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ વિચારણા કરી રહી છે. ત્યારે હાલમાં આ મામલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પરિસ્થતિને ધ્યાનમાં લઈને નવી sop તૈયાર કરવામાં આવશે તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો:
Online Education In School : જો શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરાશે, તો થશે ફરિયાદ
દમણમાં પ્રશાસને ધોરણ 1થી 8ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઈન શરૂ કરવાનો આપ્યો આદેશ