- તહેવારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
- નવા 88 કોરોના કેસ સિવિલમાં આવ્યાં
- વધુ એક વૉર્ડ ખોલવો પડ્યો
અમદાવાદઃ નવરાત્રિ અને દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. ધનતેરસ અને દિવાળીની રાત્રે પણ શહેરમાં અનેક કેસ નોંધાયાં હતાં. જેમાંથી 90થી વધુ ગંભીર હાલતમાં હતાં ત્યારે નવા વર્ષની રાતે પણ સિવિલ હોસ્પિટલમાં 88 દર્દીઓ દાખલ કરાયાં છે. જેથી સિવિલનો વધુ એક વૉર્ડ ખોલવામાં આવ્યો છે.
- નીતિન પટેલે સિવિલની સમીક્ષા પણ કરી હતી
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ કેસ વધુ આવતાં સિવિલ હોસ્પિટલમાં રીવ્યૂ બેઠક યોજી હતી. જેમાં સિવિલમાં બહારથી જે કેસ આવી રહ્યાં છે તેમને નજીકના વિસ્તારમાં જ દાખલ કરવામાં આવે. સિવિલની આસપાસ રહેતાં દર્દીઓને જ સિવિલમાં દાખલ કરવામાં આવે તેવી સૂચના પણ આપી હતી. હાલ તહેવારમાં લોકો બહાર આવ્યાં છે અને લોકો એકબીજાને મળી રહ્યાં છે જેથી એકબીજાના સંપર્કમાં આવવાના કારણે હજુ પણ સંક્રમણ વધી શકે છે.