અમદાવાદ: હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905માં ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે થયો હતો. તેમણે ભારતને 1928, 1932 અને 1936 એમ સળંગ ત્રણ વખત ઓલમ્પિકમાં હોકીની રમતમાં ગોલ્ડ મેડલ જીતાડયો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભાજપે ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 185 મેચમાં 570 ગોલ ફટકાર્યા હતા. ભારત સરકારે તેમને 1956માં પદ્મભૂષણ એવોર્ડ આપ્યો હતો. તેઓ આઝાદી પહેલાની બ્રિટિશ તાબા હેઠળની ઇન્ડિયન આર્મીમાં પંજાબ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમનું સૌપ્રથમ સિલેક્શન આંતરરાષ્ટ્રીય ભારતીય હોકી ટીમ માટે થયું હતું.
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભાજપે ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી તેમનું મૃત્યુ 3 ડિસેમ્બર, 1979 માં દિલ્હી ખાતેની એઇમ્સ હોસ્પિટલમાં લીવર કેન્સરથી થયું હતું. ભારત સરકારે 1980માં તેમના માનમાં તેમના ચહેરાવાળી સ્ટેમ્પ ટિકિટ બહાર પાડી હતી. તેમનું એક મોટા કદનું પૂતળું ઝાંસી ખાતે રાખવામાં આવ્યું છે. આજના જ દિવસે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ રમત-ગમત સાથે સંકળાયેલા સર્વોચ્ચ એવોર્ડ ખેલાડીઓને એનાયત કરે છે. જેમ કે, રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને અર્જુન એવોર્ડ.નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભાજપે ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી સૌપ્રથમ 2012માં મેજર ધ્યાનચંદ વતી તેમના પુત્ર અશોક ધ્યાનચંદને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. સમગ્ર કારકિર્દી દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીને લાઈફટાઈમ એચિવમેન્ટ માટે 'ધ્યાનચંદ એવોર્ડ' પણ આપવામાં આવે છે.નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભાજપે ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા દેશવાસીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેઓએ મેજર ધ્યાનચંદને દેશના સાચા સપૂત ગણાવીને તેમની હોકી ટેકનીકના વખાણ કર્યા હતા. આ સાથે જ ભારતને રમતગમતમાં આગળ લઈ જનાર ખેલાડીઓ, તેમના પરિવારજનો અને તેમના કોચનો પણ આભાર માન્યો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભાજપે ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી