- આજે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ
- ભારતમાં મુખ્ય ત્રણ કેન્સર ખુબ જ જોવા મળે છે
- સ્ત્રીઓના સ્તન અને ગર્ભાશયના કેન્સરમાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી
અમદાવાદ: ભારતમાં અત્યારે કેન્સર (cancer) નું પ્રમાણ દર એક લાખની વસ્તીએ 30થી 90 ગણવામાં આવે છે. દર વર્ષે કેન્સરના નવા આઠ લાખ દર્દીઓ જોવા મળી રહ્યા હોય છે. ઉપરાંત 24 લાખ જૂના દર્દીઓ છે. 48 ટકા પુરુષોમાં અને 20 ટકા સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન રહેલું છે. જેમાં બીડી, સિગારેટ, ગુટકા, પાન મસાલા જેવા પદાર્થોના કારણે કેન્સર થતું જોવા મળતું હોય છે. આપણા દેશમાં પુરુષો તથા સ્ત્રીઓ બન્ને જાતિઓમાં મોં અને ગળાના કેન્સર જ્યારે સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. આ ત્રણેય પ્રકારના કેન્સરનું પ્રમાણ કુલ કેન્સરના 50 ટકાથી વધુ જોવા મળે છે.
કેન્સર શું છે ?
આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિત રૂપે કાર્ય કરવા કટિબદ્ધ હોય છે અને નિયમિત રૂપે તેમનું વિભાજન થતું હોય છે. ઉદાહરણ રૂપે કોઈ ઘા પડે તો એ જગ્યાના કોષો નિયમિત રૂપથી વિભાજિત થઈ એ ઘાને રૂઝાવા દે છે. આ વિભાજનની પ્રક્રિયામાં જો કોઈ કોષમાં કમી ઉત્પન્ન થાય તો તે કોષ નાશ થાય પામે અને તેની જગ્યાએ નવા ખામી રહિત કોષ ઉદભવે પરંતુ જ્યારે આ કોષોમાં ખામી ઉત્પન્ન થાય અને એ નાશ ન પામે અને પછી તે અનિયમિતરૂપે સતત વિભાજીત થતા જાય ત્યારે કેન્સર (cancer) માં પરિણમે છે. ટૂંકમાં શરીરના કોષોની વૃદ્ધિ એટલે તેને કેન્સર કહી શકાય છે.
કેન્સરની ઉત્પત્તિ શરૂઆતમાં કોઈપણ એક અંગમાં થાય અને બાદમાં તેનો ફેલાય છે
કેન્સર (cancer) શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. મોગલનો તરવેડો, ગર્ભાશય નળી, આંતરડા, થાઇરોડ, હાડકા, બ્લડ, ચામડી જેવા વિવિધ પ્રકારના કેન્સર જોવા મળે છે. કેન્સરની ઉત્પત્તિ શરૂઆતમાં કોઈપણ એક અંગમાં થાય છે અને પછી તેનો ફેલાવો શરીરના બીજા અંગોમાં થઇ શકે છે. જેને સ્પ્રેડ અથવા તો મેડિકલ ભાષામાં metastasis પણ કહે છે.
કેન્સરના લક્ષણો
- લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
- સ્તનમાં ગાંઠ/ સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું
- લાંબો સમય અવાજ બેસી જવો
- ખોરાક- પાણી ગળવામાં પડતી તકલીફ
- લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર
- શરીરમાં કોઈપણ ભાગમાં ગાંઠ હોવી
- ઝાડા, પેશાબની હાજતમાં સામાન્ય ફેરફાર
ઉપરોક્ત લક્ષણોમાંથી આમ તો સામાન્ય બિમારીમાં પણ જોવા મળે છે પણ જો ટૂંક સમયમાં અને સામાન્ય દવાથી સારવારથી ઉપરોક્ત લક્ષણો દુર ન થાય તો તેને ધ્યાન આપીને તેની તરફ તપાસ નિદાન તેમજ સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે.
કેન્સરની મુખ્ય ત્રણ સારવાર પદ્ધતિઓ
- શસ્ત્રક્રિયાથી કેન્સરગ્રસ્ત ગાંઠને નાબુદ કરવામાં આવે છે
- કિમોથેરાપીની પદ્ધતિથી કેન્સરગ્રસ્ત કોષાને નાબૂદ કરવામાં આવે છે
- રેડિયોથેરાપીથી કેન્સરની નાબૂદ કરી શકાય છે
જ્યાં શક્ય હોય ત્યાં આ ઓપરેશન દ્વારા કેન્સરનો ઉપચાર કરવામાં આવે છે અને અમુક સંજોગોમાં કેન્સરના પ્રકાર અને તે જ પ્રમાણે કિમોથેરાપી અને રેડિયોથેરાપીની મદદ પણ લેવામાં આવતી હોય છે.
કેન્સરના નિદાનમાં બાયોપ્સી
સામાન્ય રીતે ઝીણી સોય ગાંઠના કોષ કાચની સ્લાઇડ ઉપર લઇ માઈક્રોસ્કોપમાં પૃથ્થકરણ કરી કેન્સરનું નિદાન (Diagnosis of cancer) કરી શકાય છે. અમુક પ્રકારના કેન્સરમાં પેશી ખૂબ જરૂરી હોય છે. આ સંજોગોમાં Trucut/Core Needle Biopsy અથવા Punch Biopsyની મદદ લેવામાં આવે છે. આ બધા પ્રકારની બાયોપ્સી OPDમાં જ લેવામાં આવે છે અને થોડીવારમાં દર્દી ઘરે જઈ શકે છે. અમુક ખૂબ જ વિશિષ્ટ સંજોગોમાં દર્દીને દાખલ કરવામાં આવતા હોય છે. જેને એનેસ્થેસિયા આપી અને બાયોપ્સી કરવામાં આવે છે. ઘણીવાર આ પ્રકારની બાયોપ્સી દૂરબીનની તપાસ પણ ઉમેરવામાં આવતી હોય છે.
કેન્સર રોગ સામેની લડત
કેન્સર જે જાણે તે જીતે અને ડરે એ મરે આ કહેવતનો મતલબ એ છે કે, કેન્સર (cancer) વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે. જેને કેન્સર થાય એને કેન્સરની હિંમતભેર સારવાર કરાવવી જરૂરી છે. કેન્સર થયું છે એનાથી ડરીને બેસી જવાથી કેન્સર મટી નથી જતું. એક અમેરિકન સ્ટડી પ્રમાણે 1991થી અત્યાર સુધીમાં કેન્સરથી થતાં મૃત્યુદરમાં 23 ટકાનો ઘટાડો થયો છે અને એ પુરવાર કરે છે કે કેન્સર મટે છે. એમાં આજની આધુનિક સારવાર અને ડોક્ટરોના અથાગ પ્રયત્નો તો ખરો જ પણ બીજા ઘણા કારણો છે, જેથી દર્દી કેન્સર રોગ પર વિજય (Diagnosis of cancer) મેળવી શકે છે. દર્દી પોતાના હકારાત્મક વિચારો અને આંતરિક શક્તિઓથી જ જીવનનો દ્રષ્ટિકોણ બદલી કાઢે અને કેન્સર પર વિજય એ ક્ષણે ક્ષણની લડાઈ સાહસથી લડવાથી મળે છે અને એક સમય આવે છે, જ્યારે આ બધા ભય શોખથી મુક્ત કેન્સર મુક્ત બની જાય છે.
આ પણ વાંચો: Self Love : ખુશીઓની એવી ચાવી, જેનાથી બીજાને પણ ખુશી આપી શકો છો
આ પણ વાંચો: WORLD POLIO DAY 2021 ની 'ડિલિવરીંગ ઓન અ પ્રોમિસ' થીમ પર ઉજવણી