ETV Bharat / city

વેક્સિન લીધા બાદ કોરોનાથી જ મૃત્યુ થયું હોય તેવો એક પણ કેસ નથીઃ ડૉ. મોના દેસાઈ - Vaccination News

રાજયમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વેક્સિનેશન મોટો ઉપાય છે. જેનાથી કોરોનાને હરાવી પણ શકાય છે. જે વ્યક્તિએ કોરોનાની વેક્સિન લીધી છે અને બીજી લહેરમાં તેને કોરોના થયો હોઈ અને ત્યારબાદ તેનું કોરોનાથી જ મૃત્યુ થવાનો એક પણ કેસ નોંધાયો નથી. કોમોરબીડ પરિસ્થિતિમાં જે દર્દીને અન્ય બીમારી હોઈ અને તે વધી ગઈ હોઇ, તેનાથી રિક્વરી ન હોઇ, તેવા કેસમાં કોરોના થાય અને મૃત્યુ થાય છે.

વેક્સિન જ કોરોનાને હરાવવાનું મોટુ હથિયાર

author img

By

Published : May 4, 2021, 7:38 PM IST

  • વેક્સિન જ કોરોનાને હરાવવાનું મોટુ હથિયાર
  • વેક્સિન લીધા બાદ કોરોનાથી જ મોત થયાનો એક પણ કેસ સામે આવ્યો નથી
  • કોરોના થયો હોય તેમજ અન્ય બીમારીના કારણે મોત થવાની શક્યતા

અમદાવાદઃ રાજયમાં કોરોના સંક્રમણમાં સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના વધુ ઘાતક બન્યો છે. જેથી સરકાર દ્વારા વેક્સિન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. હાલમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જોકે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના વાઇરસ વધારે પ્રમાણમાં અસર કરે છે. જેથી મૃત્યુ દર પણ વધારે છે.

વેક્સિન કેટલી અસરકારક છે?

વેક્સિન કેટલી અસરકારક છે, તે અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ.મોના દેસાઈએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ કોરોનાની વેક્સિન લીધી છે. તેમ છતાં તેઓને કોરોનીની અસર થઈ હોઈ અને બીજા કોઇ લક્ષણો ન હોઈ તેવા સંજોગોમાં કોરોનાથી મૃત્યુ થયું હોઇ તેવો એક પણ કેસ સામે આવ્યો નથી.

આ પણ વાંચોઃ કોરોના વેક્સિનેશન માટે ABVPનું જનજાગૃતિ અભિયાન

અન્ય બીમારી હોઈ તેવા સંજોગોમાં દર્દીઓનું મૃત્યુ થઈ શકે

કોરોનાના કો-મોરબીડ વાળા દર્દીઓને અન્ય બીમારી હોઈ તેવા સંજોગોમાં કોરોનાના દર્દીઓનું મૃત્યુ થઇ શકે છે. ડાયાબિટીસ, અસ્થમાં, લિવર, કિડની, જેવી અન્ય ગંભીર બિમારીથી પીડિત દર્દીઓને જો કોરોનાની અસર થાય છે, તેવા સંજોગોમાં રોગપ્રતિકારણ શકિત પણ ઓછી હોઇ છે અને રિક્વરી રેટ પણ ઘટી જાય છે. જેથી આ સંજોગોમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચોઃ મહીસાગરના ચિત્રકારે વોટર કલર પેઇન્ટિંગના માધ્યમથી વેક્સિન કવચને ધારણ કરવાનો સંદેશો પાઠવ્યો

વેક્સિન લીધી હોય અને કોરોના થાય તો સામાન્ય સારવાર બાદ તબિયતમાં સુધારો આવી જાય છે

રાજયમાં ફન્ટલાઇન કોરોના વોરિયર્સ કે, જેમના કોરોનાથી મૃત્ય થયાના કેસ સામે આવ્યાં નથી. કોરોનાની વેક્સિનના બંને ડોઝ પૂર્ણ કરી લેનારા લોકોને કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. પરંતુ જો કોઈ સંજોગોમાં વેક્સિન લેનારાને કોરોનાની અસર થાય છે. તો તેઓને ઓક્સિજન પર લઈ જવાની પણ જરૂર પડતી નથી. તેઓમાં કોરોનાની સામાન્ય અસર દેખાઇ છે અને ઘરે જ સામાન્ય સારવાર બાદ તબિયતમાં સુધારો આવી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.