ETV Bharat / city

લ્યો બોલો… નીતિન પટેલના બજેટના કદ કરતાં ગુજરાતનું દેવું વધારે છે - Gujarat Budget 2021 News

નાણાપ્રધાન નીતિન પટેલે આજે બુધવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું છે. નીતિન પટેલે સતત નવમી વખત બજેટ રજૂ કર્યું છે, અને આજનું બજેટ કોરાનાકાળ હોવા છતાં પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું છે અને નવા કરવેરા વગરનું બજેટ છે. આ બજેટ કેવું છે, જે અંગે ETV ભારતના વરિષ્ઠ સંવાદદાતા પારૂલ રાવલ અને બ્યૂરોચીફ ભરત પંચાલ વિશ્લેષણ કરી રહ્યા છે.

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : Mar 3, 2021, 8:40 PM IST

  • કરબોજ વિનાનું બજેટ
  • નીતિન પટેલનું સતત નવમું બજેટ
  • 2,27,029 કરોડના કદનું સૌથી મોટુ બજેટ

અમદાવાદઃ નાણાપ્રધાન નીતિન પટેલે રૂપિયા 2,27,029 કરોડના કદનું રૂપિયા 587.88 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. કોરોના કાળમાં ગુજરાતની આવક 40 ટકા ઘટી હતી અને રૂપિયા 14,000 કરોડનું આત્મનિર્ભર ગુજરાત આર્થિક સહાય પેકેજ પણ જાહેર કર્યું હતું. તેમ છતાં પુરાંતવાળુ બજેટ રજૂ કરીને સૌને આચર્યમાં મુકી દીધા છે અને તે પણ કરબોજ નાખ્યા વગર.

ગુજરાતના દેવામાં સતત વધારો

ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલે માહિતી આપી હતી, કે ગુજરાતનું 2019-20માં રૂપિયા 2,67,650 કરોડનું દેવું છે. એટલે કે ગુજરાતના બજેટના કદ કરતાં દેવું વધારે છે, જે સત્ય વાસ્તવિકતા બહાર આવી છે.

આ બજેટમાં નવું શું ?

  • ખેડૂતો માટે 1800 ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવાશે, જેના માટે 12 કરોડની જોગવાઈ
  • શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂ.1000 કરોડની જોગવાઈ
  • 108ની 150 નવી એમ્બ્યૂલસ ખરીદાશે
  • 20 સિવિલ હોસ્પિટલમા આર્યુવૈદિક પદ્ધતિ-પંચકર્મ સારવાર સેન્ટર બનાવાશે
  • કુંવરબાઈનું મામેરું યોજનામાં રૂ.10,000ની સહાય વધારીને રૂ.12,000 કરાઈ
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, દાહોદ સ્માર્ટ સિટી માટે રૂ.700 કરોડની જોગવાઈ
  • અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો રેલ માટે રૂ.568 કરોડની જોગવાઈ
  • વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો રેલ જેવી મેટ્રો લાઈટ-મેટ્રો નીઓ શરૂ કરવાની જાહેરાત- 50 કરોડની ફાળવણી
  • અમદાવાદ-મહેસાણા હાઈવે ચાર માર્ગીય છે, તે છ માર્ગીય બનાવવાની દરખાસ્ત
  • કોરોના મહામારી વખતે ધારાસભ્યોની ગ્રાન્ટ બંધ કરી હતી, તે ગ્રાન્ટ હવે શરૂ
  • કેવડિયા(સ્ટેચ્યૂ ઓફ યુનિટી)ના 50 કિલોમીટરના વિસ્તારમાં કમલમ(ડ્રેગન ફ્રૂટ)નું વાવેતર કરાશે-15 કરોડની ફાળવણી
  • કેવડિયામાં ભારતના રજવાડાઓના રાજવીઓનો ઐતિહાસિક વારસા પર સંગ્રહાલય બનશે- 25 કરોડની જોગવાઈ

ગુજરાતના અર્થતંત્રની ગાડી પાટા પર ચઢી

નાણાપ્રધાન નીતિન પટેલ રજૂ કરેલ બજેટ સંર્વાગી વિકાસ કરે તેવું છે, પણ કોરોના મહામારીને કારણે ગુજરાત પાછુ પડી ગયું છે. જોકે હવે તેના અર્થતંત્રની ગાડી પાટા પર ચઢી છે. ગુજરાત સરકારે સૌપ્રથમ દેવું ઘટાડવા તરફ પહેલ કરવી પડશે, નહી તો લાંબાગાળે વ્યાજની રકમ ચુકવવાનો બોજો વધી જશે.

બજેટ પર વિશેષ ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.