ETV Bharat / city

રાત્રિ કરફ્યૂ ઇફેક્ટ : ST વિભાગ દ્વારા અમદાવાદથી રાત્રે ઉપડતી 450 ટ્રીપ રદ્દ

author img

By

Published : Nov 24, 2020, 1:20 AM IST

અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં અચોક્કસ મુદ્દત માટે રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આ 4 મોટા શહેરોમાં 450 રાત્રિ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.

રાત્રિ કરફ્યૂ ઇફેક્ટ
રાત્રિ કરફ્યૂ ઇફેક્ટ
  • રાત્રિ કરર્ફ્યૂને કારણે ST વિભાગ દ્વારા અમદાવાદથી રાત્રે ઉપડતી 450 ટ્રીપ રદ્દ
  • પ્રવાસીઓને કોરોનાની ગાઇડલાઇન પાળવા ST નિગમની અપીલ
  • જરૂર જણાસે તો દિવસ દરમિયાન બસની સંખ્યામાં વધારો કરાશે

અમદાવાદ : વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને 7 ડિસેમ્બર સુધી રાત્રિના 09થી સવારના 06 કલાક સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેથી લોકો બિનજરૂરી બહાર નીકળે નહીં અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવી શકાય. આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આ 4 મોટા શહેરોમાં રાત્રિ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.

નિગમ દ્વારા બસને રિ-સીડ્યુલ કરવામાં આવશે

અમદાવાદમાં 450 રાત્રિ દરમિયાન ઉપડતી બસો કેન્સલ કરાવામાં આવી છે. આ અગાઉ રાજકોટથી 378, વડોદરાથી 531, સુરતથી 395 રાત્રિ ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. બાકીની બસ પણ કરફ્યૂ સમય પહેલા જે-તે સ્થાને પહોંચે અને કરફયૂમાં છૂટ દરમિયાન જે-તે સ્ટેશનથી ઉપડે એવી વ્યવસ્થા કરવામાં આવશે. કરફ્યૂ દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની બસ જે તે શહેરના બાયપાસ થઈ નીકળશે. આ ઉપરાંત બસનો સમય રિ-સીડ્યુલ કરાશે.

ST વિભાગ દ્વારા અમદાવાદથી રાત્રે ઉપડતી 450 ટ્રીપ રદ્દ

અફવાઓથી દૂર રહેવા પ્રવસીઓને નિગમની અપીલ

ST નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, જરૂર જણાસે તો દિવસ દરમિયાન વધારે બસ મૂકવા માટે ST નિગમ તૈયાર છે. આથી પ્રવાસીઓ અફવાઓથી દૂર રહે અને બિનજરૂરી ભીડ ન કરે. બસમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે અને બસનું સેનિટાઈઝેશન થશે.

ST સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ચેકિંગ ટીમ રહેશે હાજર

ST સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. તે માટે ચેકિંગ સ્ટાફ ગોઠવવામાં આવશે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક બસમાં કોરોનાની SOP કરતા વધુ પ્રવાસીઓ બેસાડવામાં આવે છે, તેવી ફરિયાદો મળી છે. ST નિગમ દ્વારા પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.