અમદાવાદ દેશભરમાં દેશ વિરોધી કૃત્ય માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કામ કરી રહી છે ત્યારે અગાઉ પણ NIA દ્વારા અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મોડી રાતથી જ ફરી રાજ્યમાં NIA(National Investigation Agency) દ્વારા વિવિધ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
NIA સક્રિય થયું દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા, અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે pfi ફન્ડિંગ મામલે(NIA search PFI operation in gujarat) છેલ્લા ઘણા સમયથી NIA સક્રિય થયું છે. ત્યારે અનેક જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે.
સર્ચ ઓપરેશન ત્યારે હાલમાં પ્રાથમિક માહિતી પ્રમાણે NIA દ્વારા કોઈ પણ એવી શંકાસ્પદ ફન્ડિંગ પ્રવૃત્તિ(Suspicious Funding Activity) સામે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાઓમાં અંદાજે ત્રણ જગ્યાએ NIA દ્વારા સર્ચ ઓપરેશન(NIA Search operationt three places) કરવામાં આવી રહ્યું છે.