- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા સુકાની કોણ?
- ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષનું નામ
- જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ સાથે દિપક બાબરીયાનું નામ રેસમાં
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની (New President of Gujarat congress)આખરી પેનલ તૈયાર કરી દેવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Congress leader Rahul Gandhi) આખરી નામ પર ચર્ચા કર્યા બાદ સત્તાવાર નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા એટલે કે વિપક્ષના નેતાની પણ પસંદગી કરવામાં આવશે. જાણકાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે, કોંગ્રેસમા પ્રમુખ પદ માટે સરપ્રાઇઝ નામ બહાર આવે તેવી પ્રબળ શકયતા છે. હાલ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશ પ્રભારી દિપકભાઇ બાબરિયાનું નામ ચાલી રહ્યું છે, આ સાથે પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર અને રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ પણ રેસમાં છે.
આ પણ વાંચો: President of Gujarat congress: પ્રભારી રઘુ શર્મા કરી શકે છે જાહેરાત
કોંગ્રેસ પ્રમુખ સાથે વિપક્ષ નેતાની પણ જાહેરાત
પાર્ટી હાઇ કમાન્ડ ક્યાં નામ પર આખરી મ્હોર મારે છે તે તો આવનારો સમય જ કહેશે. કોઇ નવા જ ચહેરાને પાર્ટી કમાન્ડ આપે તેવી પણ વિચારણા છે. કોંગ્રેસ પ્રમુખ સાથે વિપક્ષ નેતાની પસંદગી પણ જાહેર કરવામાં આવશે. વિપક્ષના નેતા તરીકે આદિવાસી સમાજમાંથી પસંદગી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે, તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે અન્ય બે વ્યક્તિને સ્થાન આપવામાં આવી શકે છે, જેમા દલિત સમાજના ધારાસભ્યને કાર્યકારી પ્રમુખ તરીકે સ્થાન મળી શકે છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની બેઠક પૂરી: તમામ નેતાઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો
કોંગ્રેસ 2022માં લાવશે પક્ષમાં પરિવર્તન
કોંગ્રેસ પક્ષ 2022ની વિધાનસભા ચૂંટણી (Assembly Election 2022) પહેલા કંઇક નવા જૂની કરવા માંગી રહી છે. કેટલાક સિનિયર નેતાઓની બાદબાકી કરવામાં તે વાત પણ નિશ્ચિત છે. આ ઉપરાંત જેને પણ પ્રમુખ અથવા વિપક્ષ નેતાનું પદ મેળવ્યું હતું. તેમને પાર્ટી રિપીટ જવાબદારી નહીં આપે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રમુખ અને વિપક્ષ નેતામાં નવા ચહેરાને જ સ્થાન અપાશે.