- બિલ્ડર રમણ પટેલની વધશે મુશ્કેલી
- સોલામાં રમણ પટેલ સહિત 14 વિરુદ્ધ નોંધાયો ગુનો
- સોલા પોલીસ કરશે ધરપકડ
- વસ્ત્રાપુરમાં 3 અને સોલામાં 1 ગુનો નોંધાયો
અમદાવાદઃ પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ વિરુદ્ધ તેમની પુત્રવધુએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ બીજા પણ 2 ગુના નોંધવામાં આવ્યાં હતા, ત્યારે હવે સોલા પોલીસ સ્ટેશનમાં પણ ખોટી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવી પાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
- ખોટી પાવર ઓફ એટોર્ની ઊભી કરી
બિલ્ડર રમણ પટેલ અને તેમના કુટુંબના 14 સભ્યોએ મળીને ખોટી પાવર ઓર એટર્ની ઉભી કરીને મોજે ગામે આવેલી જમીન પચાવી પાડી છે. જમીન પોતાના ખોટા ઉભા કરેલ ટ્રસ્ટના નામે લીધી હતી બાદમાં કુટુંબના સભ્યોના નામે કરી દીધી હતી. જે મામલે રમણ પટેલ સહિત 14 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સોલા પોલીસે બિલ્ડર રમણ પટેલ સહિત 14 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં રમણ પટેલની તાજેતરમાં જ વસ્ત્રાપુર પોલીસે અટકાયત કરી છે. જેથી તેમની સોલા પોલીસ દ્વારા ટ્રાન્સફર ઓર્ડરના આધારે ધરપકડ કરવામાં આવી શકે છે.