અમદાવાદ: જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી પોતાના મોસાળ સરસપુર ખાતે જાય છે, ત્યારે 15 દિવસ જેટલો સમય વિતાવ્યા બાદ અમાસના દિવસે ભગવાનને નિજ મંદિર પરત લાવવામાં આવે છે. ભગવાનના રવિવારે મોસાળથી નિજ મંદિર લાવવામાં આવ્યા હતા. જેથી રવિવારે જગન્નાથ મંદિર ખાતે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.
મંદિરના મહંત અને ટ્રસ્ટી સહિતના લોકોએ નેત્રોત્સવ વિધિમાં ભાગ લીધો હતો. નેત્રોત્સવ વિધિમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ નહીં, તે પ્રકારે ભગવાનના ભક્તોને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી તમામ ભક્તોને દર્શન કરીને મંદિરમાંથી જલ્દી રવાના કરી દેવામાં આવ્યા હતા.
રથયાત્રાને માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે હવે મંદિર તરફથી બેઠક મળશે અને કેવી રીતે બીજના દિવસે કાર્યક્રમ રાખવો તે અંગે ચર્ચા કરવામાં આવશે.