અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હાટમાં કચ્છી હસ્તકલા માંથી બનાવેલા ચણીયા ચોલી (Chaniya choli made from Kutchi handicrafts) અને એ ઉપરાંત વિવિધ પ્રકારની ચણિયાચોલીની પણ લોકો ખૂબ જ ભારે ઉત્સાહથી ખરીદી રહ્યા છે. આ હાટમાં સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી જ આપણને ખૂબ જ સુંદર એવી ચણિયાચોલીઓ અને ઓર્નામેન્ટ્સ મળી રહે છે.
ખેલૈયાઓની પ્રથમ પસંદગી: કચ્છના ભુજ ગામમાંથી આવેલા રાજેશભાઈએ જણાવ્યું હતું કે, આ વખતે કચ્છી ભરતકામ, બાંધણી ચણિયાચોલી તેમજ બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, કાપડુપીણું, પેઇન્ટિંગ વર્ક પટોળા વર્ગ ખૂબ જ ડિમાન્ડમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ નવરાત્રી (Navratri shopping) માટેની ઓર્નામેન્ટ્સની વાત કરીએ તો વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ્સની પણ આ વખતે ખાસ લોકો ખરીદી રહ્યા છે, જેમાં સ્ટોનવર્ક વાળી બુટ્ટી,અને ચોકર ખેલૈયાઓની પ્રથમ પસંદગી બની રહી છે. તો આ સાથે જ હાથથી બનાવેલી વિવિધ પ્રકારની બેંગલ્સ અને પણ ખાસ આ હાટમાં તમને જોવા મળે છે.
બે વર્ષ બાદ નવરાત્રી: નાનાથી માંડીને મોટા સૌ કોઈમાં આ વર્ષે નવરાત્રીનો (Shardiya navratri 2022) ઉત્સાહ ખૂબ જ જોવા મળી રહ્યો છે કારણ કે, કોરોના કાળ પછી બે વર્ષ બાદ નવરાત્રી થવા જઈ રહી છે, ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગની સાથે આ વખતે નવરાત્રીમાં ગરબા કરવાનો ઉત્સાહ થનગની રહ્યો છે. આ કારણથી જ લોકો આટલા ઉત્સાહથી નવરાત્રીના છેલ્લા દિવસોમાં પણ ધામધૂમથી ખરીદી થઈ રહી છે.