ETV Bharat / city

National Volunteer Union: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક અમદાવાદમાં યોજાશે, જાણો કયા છે મુદ્દા - Rastriya Swayam Sevak Sangh

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહત્વની બેઠક ગુજરાતના મુખ્ય કાર્યાલય (Head Office of Gujarat)માં યોજાશે. સૌપ્રથમ ગુજરાતમાં રાજકોટમાં યોજાઈ હતી. જે બાદ ફરી એક વખત અમદાવાદમાં યોજાઈ રહી છે.

National Volunteer Union: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક રાજકોટ બાદ ફરી એક વખત અમદાવાદમાં યોજાશે, સુનીલજી આંબેકર

author img

By

Published : Mar 9, 2022, 7:43 PM IST

અમદાવાદ: આગામી 3 દિવસ સંઘની મહત્વની બેઠક ગુજરાતના મુખ્ય કાર્યાલય (Head Office of Gujarat)ખાતે યોજાશે. સંઘ (Rastriya Swayam Sevak Sangh)સુપ્રીમોથી લઈને કારોબારી અપેક્ષિત સભ્યો હાજરી આપશે.આગામી 3 વર્ષની કામગીરી પર ચર્ચા કરવામાં આવશે. સંઘની 36 જેટલી ભગિની સંસ્થાના વડા કારોબારી અપેક્ષિત સભ્યો સંગઠનના પ્રતિનિધિઓ મળીને કુલ 1248 લોકો હાજર રહેશે.

ગુજરાતમાં પ્રથમવાર બેઠક રાજકોટમાં મળી હતી

અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલજી આંબેકર જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું (National Volunteer Union)મુખ્યાલય મહારાષ્ટ્રના નાગપુરમાં છે. આ બેઠક મુખ્યાલય પર જ થતી હોય છે. પરંતુ 1988માં પ્રથમ વખત નાગપુર બહાર બેઠક થઈ હતી. સૌપ્રથમ ગુજરાતમાં રાજકોટમાં યોજાઈ હતી. જે બાદ ફરી એક વખત અમદાવાદમાં યોજાઈ રહી છે. જેમાં સંઘની 36 જેટલી ભાગ સંસ્થાના વડા કારોબારી અપેક્ષિત સભ્યો સંગઠનના પ્રતિનિધિઓ મળીને કુલ 1248 લોકો હાજર રહેશે.

અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલજી આંબેકર

આ પણ વાંચો: RSS ચીફ મોહન ભાગવતે અમદાવાદમાં ધ્વજવંદન કર્યું

આગામી વર્ષ શું કામગીરી થશે તેની ચર્ચા કરવામાં આવશે

1925માં સંઘની સ્થાપના થઇ હતી ત્યારથી કેટલાક ચોક્કસ એજન્ડા અને સામાજિક વિષયો (Social topics) પર સંઘ કામગીરી કરતું રહ્યું છે.દર વર્ષે એક વખત કારોબારી બેઠક મળતી હોય છે જેમાં આગામી વર્ષમાં શુ કામગીરી કરવી અને ગત વર્ષે શુ કામગીરી કરી તેની ચર્ચા કરવામાં આવતી હોય છે. જે બેઠક આગામી 3 દિવસ ચાલશે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો

કોરોનાકાળમાં પણ વર્ચ્યુઅલ બેઠક મળી હતી

2025માં સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થશે. જેને લઈને કામગીરી માટે આમ તો 3 વર્ષ અગાઉ ચર્ચા કરી દેવામાં આવી હતી. તે મુજબ કામ પણ શરૂ કરવામાં આવેલું છે. પરંતુ દર વર્ષની કામગીરીનું માહિતી મેળવવા માટે આ બેઠક મળશે. કોરોનાકાળ દરમિયાન (During the Corona Period)2 વખત વર્ચ્યુઅલ બેઠક (Virtual meeting)મળી હતી. પરંતુ કોરોના કાબુમાં આવી જતા હવે ફરી વખત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.