અમદાવાદ રાજ્યમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 5 શહેરમાં 36માં નેશનલ ગેમ્સનું (36th National Games) આયોજન શરુઆત કરવામાં આવશે. તે પહેલા એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ સાબરમતી નદી પર એકસાથે 600 જેટલા ડ્રોન શો યોજાશે. દિલ્હી IIT વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રોન અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ડ્રોન શોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ શહેરની જનતાને પ્રવેશ મેળવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ.(National Games organized in Ahmedabad)
28 તારીખે યોજાશે ડ્રોન શો ICM ડાયરેક્ટર ચંદાસિંઘ જણાવ્યું હતું કે, IIT દિલ્હી વિદ્યાર્થીઓ ડ્રોન બનાવી રહ્યા છે. જેના અંતર્ગત એક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. 36મી નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેનેમની દરમિયાન એટલે કે 28 સપ્ટેમ્બર સાંજે 6 વાગે સાબરમતી રિવરફ્રન્ટ પર એક સાથે 600 ડ્રોન શો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવશે. આ અમદાવાદ (National Games Gujarat 2022) શહેરમાં પહેલો ભવ્ય ડ્રોન શો હશે.
સંપૂર્ણ રીતે સ્વદેશી ડ્રોન વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા અભિયાન ચલાવી રહ્યા છે. જેના અંતર્ગત દિલ્હી IITના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સ્વદેશી ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 600 જેટલા ડ્રોન અમદાવાદ શહેરમાં 36 નેશનલ ગેમ્સનું ઓપનિંગમનીમાં ભાગ લેશે અને અમદાવાદ શહેરમાં ભવ્યથી ભવ્ય ડ્રોન શો યોજાશે. (Ahmedabad Drone show on riverfront)